નવી દિલ્હી: પીએનબી કૌભાંડમાં ભાગેડું જાહેર કરાયેલલા મેહુલ ચોક્સીએ પીએનબીની મુંબઇ બ્રાંચ સાથે છેતરપીંડિ કરી પ્રાપ્ત કરેલા 3,250 કરોડ રૂપિયા દેશમાંથી બહાર મોકલ્યા હતા. તેની દુકાનમાંથી વેચવામાં આવતી કિંમતી ધાતુઓને ઉંચી કિંમતે વેચાણ કરી આ કારસો કર્યો હોવાનુ સામે આવ્યું છે. આ ખુલાસા પ્રવર્તન નિદેશાલયની તપાસમાં થયો હતો. વેપારીએ જોકે આ આરોપને નકાર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીરવ મોદી પણ આ મામલાનો આરોપી
બે અબજ ડોલર (અંદાજે 13 હજાર કરોડ)ની કથિત બેંક છેતરપીંડિની તપાસ કરી રહેલી એજન્સીએ કહ્યું હતું કે, ચોકસીએ રૂપિયાની હેરાફેરી અને પોતાના અંગત ઉપયોગ માટે રૂપિયાને દેશની બહાર મોકલવા માટે ‘કેટલીક ડુપ્લીકેટ કંપનીઓ’નો ઉપયોગ કર્યો હતો. આ મામલમાં ચોકસીનો ભત્રીજો નિરવ મોદી પણ આરોપી છે.


ચોક્સીનું કહેવું હતું કે, પીએનબી કેસમાં મને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. ભારત વિજય માલ્યા અને લલિત મોદીને બ્રિટનથી પ્રત્યર્પણના પ્રયત્નમાં લાગ્યું છે. બંને ભારતના ભાગેડુ કાયદા હેઠળ ગુનેગાર છે. પીએનબી કૌભાંડ પર ચોક્સીએ કહ્યું કે, મને આ કેસની વધારે માહિતી નથી કેમ કે બેંકરોની કંપનીના ઓફિસર વાતચીત કરતા હતા. ચોકસીએ આ પણ કહ્યું કે પીએનબી કૌભાંડનું થોડુ પણ વળતર આપી નહીં શકે કેમકે તે કંગાળ થઇ ગયો છે. તેની બધી જ સંપત્તિ જપ્ત થઇ ગઇ છે.



એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ પોતાના આરોપ પત્રમાં કહ્યું છે કે ચોક્સીએ લોનના 5.612 કરોડ અમેરિકન ડોલર નીરવ મોદી અને 5 કરોડ ડોલર મોદીના પિતા દીપક મોદીને મોકલ્યા હતા. જોકે ચોક્સીએ કેટલીક મીડિયા સંગઠનો સાથે વાતચીતમાં ઇડીએ કરેલા આરોપોને ‘ખોટા અને આધારવગર’ના ગણાવ્યા હતા. તેણે આરોપ લગાવ્યા હતા કે કેંદ્રીય એજન્સીએ તેમની સંપત્તિઓને ‘ગેર-કાનુની’ રીતે જપ્ત કરી છે.


ચોક્સી બોલ્યો- ખોટી રીતે મારી સંપત્તિ જપ્ત કરી
મેહુલ ચોક્સી (Mehul Choksi)એ એક નવા વીડિયોમાં કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના બધા આરોપને ખોટા અને આધાર વગરના છે. મેહુલ ચોક્સીએ એક વીડિયો જાહેર કરી ઇડીએ ખોટી રીતે મારી સંપત્તિને જપ્ત કરી છે. અરબો રૂપિયાના પીએનબી કૌભાંડના સામે આવ્યા પછી આ પહેલી વખત છે જ્યારે મેહુલ ચોક્સીએ એક વીડિયોના માધ્યમ અને પોતાના પક્ષ રાખ્યો છે અને ઇડીના આરોપોને ખોટા ગણાવ્યા છે.