Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલાં જ પીએમ મોદીએ કરોડો દેશવાસીઓને આપી દીધી સૌથી મોટી ગેરંટી. અત્યારથી જ પીએમ મોદીએ કરી દીધી મોટી જાહેરાત. કરોડો ગરીબો અને વડીલોને આ યોજનાનો મળશે સીધો લાભ. નિસહાય માટે સહારો બનશે મોદી સરકારની આ યોજના. જાણો ક્યારથી અને કઈ રીતે મળશે લાભ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ડૉ. ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ પર ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો એટલે મેનિફેસ્ટો બહાર પાડ્યો. જેમાં પીએમ મોદીએ મોટું મન રાખીને દેશના કરોડો ગરીબો અને વડીલોના હક્કમાં લીધી મોટો નિર્ણય.


70 વર્ષથી વધુ ઉંમરના દરેક વડીલોને મળશે લાભઃ
મોદીની ગેરંટી છે કે જન ઔષધિ કેન્દ્રો પર 80 ટકા ડિસ્કાઉન્ટ સાથે સસ્તી દવાઓ મળશે. આનો વિસ્તાર પણ કરાશે. આયુષ્માન ભારત હેઠળ 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર ગેરંટી સાથે મળતી રહેશે. ભાજપે એક મોટો નિર્ણય લીધો છે, તે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વડીલો સાથે સંબંધિત છે. જેઓ વૃદ્ધ છે તેઓ ચિંતા કરે છે કે બિમારીના કિસ્સામાં તેમની સારવાર કેવી રીતે કરવામાં આવશે. મધ્યમ વર્ગ વધુ ચિંતિત રહેતો. 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્માન યોજનાના દાયરામાં લાવવા જોઈએ.


કરોડો ગરીબોને યોજનાથી સીધો લાભઃ
છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢીને ભાજપે સાબિત કર્યું છે કે અમે પરિણામ લાવવા માટે કામ કરીએ છીએ. કામ અટકતું નથી. ગરીબીમાંથી બહાર આવેલા લોકો, તેમને પણ લાંબા સમય સુધી સપોર્ટની જરૂર છે. કેટલીકવાર નાની મુશ્કેલીઓ પણ તેને ફરી ગરીબીમાં ધકેલી દે છે. હોસ્પિટલમાં દર્દીનું ઓપરેશન સારું થયું હશે, છતાં ડોક્ટર એવું કહે છે કે આ બાબતોને એક કે બે મહિના સુધી સંભાળજો.


તેવી જ રીતે ગરીબીમાંથી બહાર આવી ગયેલા વ્યક્તિને પણ થોડા સમય માટે ખૂબ જ ટેકાની જરૂર હોય છે. જેથી તેઓ ફરી ગરીબીમાં આવી જવા મજબુર ન થાય. આ વિચારસરણી સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓનો વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે. મફત રાશન યોજના આગામી વર્ષમાં પણ  અમલમાં આવશે તેવી મોદીની ગેરંટી એક વર્ષ સુધી ચાલુ રહેશે. અમે એ સુનિશ્ચિત કરીશું કે ગરીબોના ભોજનની થાળી પૌષ્ટિક હોય. તેના મનને સંતોષ આપવો જોઈએ અને સસ્તું પણ હોવું જોઈએ. પેટ ભરેલું, મન ભરેલું અને ખિસ્સું પણ ભરેલું રહે.