હચમચાવી નાખે તેવો કિસ્સો, માનસિક રીતે અસ્થિર પુત્ર 3 દિવસ સુધી પિતાની લાશ ખાતો રહ્યો
ઝારખંડના પલામુ જિલ્લામાં હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક પુત્ર તેના જ પિતાના મૃતદેહને ત્રણ દિવસથી ખાઈ રહ્યો હતો. લાશમાંથી દુર્ગંધ આવવા માંડતા આસપાસના લોકોએ પોલીસને સૂચના આપી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ઘરની અંદર છાતીના પાટ્યા બેસી જાય તેવું જોવા મળ્યું.
પલામુ: ઝારખંડના પલામુ જિલ્લામાં હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક પુત્ર તેના જ પિતાના મૃતદેહને ત્રણ દિવસથી ખાઈ રહ્યો હતો. લાશમાંથી દુર્ગંધ આવવા માંડતા આસપાસના લોકોએ પોલીસને સૂચના આપી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો ઘરની અંદર છાતીના પાટ્યા બેસી જાય તેવું જોવા મળ્યું.
આ ઘટના પાંકી પોલીસ સ્ટેશનના હદમાં આવતા ડંડાર ગામની છે જ્યાં એક અંતરિયાળ ગામ છે. સુરેશ મોચી નામના વ્યક્તિનું 3 દિવસ પહેલા મોત થઈ ગયું હતું. તેનો મૃતદેહ ઘરમાં જ દોરડે લટકી રહ્યો હતો. માનસિક રીતે અસ્થિર પુત્રએ પિતાના આ મૃતદેહને ખાવાનું શરૂ દીધું. ત્રણ દિવસથી તે આ મૃતદેહ ખાઈ રહ્યો હતો. જ્યારે મૃતદેહની દુર્ગંધ આસપાસમાં પ્રસરી તો લોકોએ પોલીસને જાણ કરી.
પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી તો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશી હતી. અંદર પ્રવેશતા જ જે દ્રશ્ય જોવા મળ્યું તે હચમચાવી નાખે તેવું હતું. ઘરમાં સુરેશનો મૃતદેહ ફાંસો ખાધો હોવાથી લટકી રહ્યો હતો અને તેમનો માનસિક રીતે અસ્થિર પુત્ર તેને આરોગી રહ્યો હતો.
જુઓ LIVE TV