નવી દિલ્હી: કેરળ હાઈકોર્ટનો હાલમાં જ આવેલો એક ચુકાદો 'જામ છલકાવનારાઓ'ને રાહત આપનારો રહેશે. વાત જાણે એમ છે કે હાઈકોર્ટ તરફથી એક આદેશમાં કહેવાયું છે કે ખાનગી સ્થળો પર પર દારૂનું સેવન કરવું ત્યાં સુધી અપરાધ નથી જ્યાં સુધી તેનાથી જનતાને કોઈ પરેશાની ન થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેસ ફગાવ્યો
કેરળ હાઈકોર્ટ તરફથી એક સરકારી કર્મચારી વિરુદ્ધ દાખલ થયેલા કેસને ફગાવતા આ ટિપ્પણી કરાઈ હતી. કોર્ટે પોતાની ટિપ્પણીમાં એમ પણ કહ્યું કે દારૂની સ્મેલ આવે તેનો અર્થ એ નથી કે તે વ્યક્તિ નશામાં હતો કે કોઈ પ્રકારે દારૂના પ્રભાવ હેઠળ હતો. 


Drumstick: 'ભારતીય વિયાગ્રા' ગણાય છે આ શાક, ગજબના છે ફાયદા, સેક્સ લાઈફ બનાવશે દમદાર


8 વર્ષ જૂનો કેસ
હકીકતમાં કેરળ પોલીસે સરકારી કર્મચારી વિરુદ્ધ આ કેસ 2013માં દાખલ કર્યો હતો. પોલીસ તરફથી દાખલ કરાયેલી ચાર્જશીટમાં આરોપ લગાવાયો હતો કે જ્યારે તેમણે એક આરોપીને ઓળખ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો તો તે દારૂના નશામાં હતો. 


Maharashtra: મુસ્લિમ વિસ્તારોમાં લોકો કોરોના રસી મૂકાવતા ખચકાય છે, સલમાન ખાનની લઈશું મદદ- મંત્રી


પોતાના આદેશ બાદ ન્યાયમૂર્તિ સોફી થોમસે 38 વર્ષના સલીમકુમાર વિરુદ્ધ નોંધાયેલા કેસને રદ કરવાનો આદેશ આપ્યો. આ સાથે જ કહ્યું કે બીજા લોકોને પરેશાન કર્યા વગર પ્રાઈવેટ જગ્યા પર દારૂ પીવો એ કોઈ પણ પ્રકારે ગુનાની શ્રેણીમાં નહીં આવે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube