નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ભીષણ ભૂસ્ખલન વચ્ચે હવામાન વિભાગે આજે પોતાના લેટેસ્ટ અપડેટમાં દેશભરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીએ કહ્યું કે ગુરૂવાર અને શનિવારે પૂર્વી અને આસપાસના મધ્ય ભારતમાં, સાથે ગુરૂવાર અને 21 ઓગસ્ટે પૂર્વોત્તરમાં ભારે વરસાદની સંભાવના છે. આઈએમડીએ પોતાના અપડેટમાં કહ્યું કે પૂર્વી ભારતમાં હળવાથી લઈને ભારે વરસાદની શક્યતા છે. આઈએમડીએ આગળ ભવિષ્યવાણી કરી કે ગુરૂવારે પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાની વિસ્તાર, ઓડિશામાં શનિવાર સુધી, ગુરૂવાર અને શુક્રવારે ઝારખંડમાં, ગુરૂવાર અને 21 ઓગસ્ટે બિહારમાં અને 21 ઓગસ્ટે ઉપ-હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. 


આ સિવાય ગુરૂવારે ઓડિશામાં અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદ અને શુક્રવારે અતિ ભારે વરસાદની સંભાવના છે. પૂર્વાનુમાનમાં મધ્યમાં ભારતમાં ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે. આઈએમડીએ કહ્યું કે ગુરૂવારથી શનિવાર સુધી છત્તીસગઢમાં, શુક્રવારે તથા શનિવારે પૂર્વી મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં અને શનિવારે પશ્ચિમ મધ્ય પ્રદેશમાં અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદની આશા છે. શુક્રવારે છત્તીસગઢમાં અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદની શક્યતા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube