નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર (NCR) અને યૂપીમાં હજુ સુધી વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) એ ચેતાવણી જાહેર કરી છે કે રવિવારે અને સોમવારે ફરી વાવાઝોડું ફૂંકાશે. ધૂળની આંધી સાથે ભારે વરસાદ પડશે. પહાડો પર પશ્ચિમી વિક્ષેપ થતાં તેની અસર મેદાની વિસ્તારો પર પડશે. વિભાગે આ એલર્ટ જમ્મૂ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડ માટે જાહેર કર્યું છે. એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહાડો પર વાવાઝોડું આવ્યા બાદ આ દિલ્હી, પશ્વિમી યૂપી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, વિદર્ભ, બિહાર, છત્તીસગઢ, તેલંગાના, પોંડીચેરીને પણ ચપેટમાં લઇ શકે છે. રાજસ્થાનના ઘણા ભાગમાં પણ ધૂળની આંધી ફૂંકાવવાની આશંકા છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

80 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
હવામાન વિભાગમાં વૈજ્ઞાનિકના સતી દેવીએ કહ્યું કે હજુ હવામાન ખરાબ હોવાની આશંકા વધી લાગી રહી છે. પરંતુ તેમાં સુધારો થવાની જાણકારી પણ લોકોને આપવામાં આવશે. તેમણે કહ્યું કે પૂર્વી ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેંડ, મિઝોરમ, પશ્વિમ બંગાલ, ઓડિશા અને ઝારખંડમાં પણ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જમ્મૂ કાશ્મીર અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં શનિવારે વરસાદ થયો હતો. ત્યાં પણ રવિવારે હવામાન બગડવાનું અનુમાન છે. આંધ્રના તટીય વિસ્તાર, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ અને કેરલમાં પણ હવાની સાથે વરસાદની સંભાવના છે.


યૂપીના બધા જિલ્લાઓ માટે એલર્ટ જાહેર
હવામાન વિભાગે યૂપીના બધા જિલ્લાને એલર્ટ કર્યા છે. તેની ચેતાવણી બાદ સરકાર દ્વારા બધા વહિવટીતંત્રના ઓફિસરોને આ સંબંધમાં માહિતગાર કરવામાં આવ્યા છે. 


25 મે સુધી કેરલમાં આવશે મોનસૂન
હવામાન વિભાગે એક સારા સમાચાર સંભળાવ્યા છે, તે આ વખતે 25 મોનસૂન 25 મે સુધી કેરલમાં એંટ્રી કરશે. તેનું અનુમાન છે કે આ વખતે મોનસૂન જલદી આવશે. ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે. આમ તો એક જૂનની આસપાસ મોનસૂન કેરલમાં આવે છે. ત્યારબાદ સમગ્ર દેશમાં વરસાદનો માહોલ જામે છે. હવામાન વિભાગે દક્ષિણમાં મોનસૂન સારું રહેશે.