નવી દિલ્હી : વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે સોમવારે તેમના પર લાગેલા શારીરિક શોષણને તેમના પર શારીરિક શોષણનો આરોપ લગાવનારા પ્રિયા રમાણીની વિરુદ્ધ ગુનાહીત માનહાનીનો કેસ દાખલ કરાવ્યો છે. અકબરે સોમવારે પોતાનાં વકીલો દ્વારા દિલ્હીનાં પટિયાલા હાઉસ કોર્ટમાં રમાણીની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, તે અગાઉ રવિવારે પોતાની વિદેશ યાત્રાથી દિલ્હી પરત ફર્યા બાદ એમજે અકબરે પોતાના પર લાગેલા તમામ આરોપોને મનઘડંત અને પાયાવિહોણા ગણાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકબરે રવિવારે દિલ્હીમાં નિવેદન આપીને કહ્યું હતું કે, હું આ આરોપો અંગે પહોલા કંઇ પણ બોલ્યો નહી કારણ કે હું વિદેશ યાત્રા પર હતો. તે ઉપરાંત સુત્રોનાં હવાલાથી કહેવામાં આવ્યું હતું કે સરકાર એમજે અકબરનું રાજીનામું નહી માંગે. 
વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે રવિવારે આરોપો અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, મારા ઉપર પુરાવા વગરનાં આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આરોપો વાઇરલ તાવની જેમ કેટલાક તબક્કામાં ફેલાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, મુદ્દો કંઇ પણ હોય હવે હું પરત આવી ચુક્યો છું. મારા વકીલ આ મુદ્દે કાર્યવાહી કરી રહ્યા છે. આ તમામ પાયાવિહોણા આરોપો અંગે નિર્ણય લેવા અંગે ભવિષ્યની રણનીતિ નિશ્ચિત કરવામાં આવશે. 

સામાન્ય ચૂંટણીથી માત્ર થોડા મહિનાઓ પહેલા જ આ વિવાદ શા માટે આવ્યો ? શું આની પાછળ કોઇનો એજન્ડા છે. આ પાયાવિહોણા અને ખોટા આરોપોથી મારી ઇમેજને ક્ષતી પહોંચી છે. તેમણે તેના પર આરોપ લગાવનારી મહિલા પ્રિયા રમાણી પર કહ્યું કે, પ્રિયા રમાણીએ આ અભિયાન એક વર્ષ પહેલા એક મેગેઝીનમાં આર્ટિકલ પ્રકાશિત કરવા સાથે જ ચાલુ કર્યું હતું. 

અકબરે કહ્યું કે, તેમાં મારૂ નામ નહોતું લખ્યું કારણ કે તે જાણતી હતી કે તે ખોટી છે. હવે તેણે મારૂ નામ લખવા પ્રતિ પુછ્યું  તો તેણે પોતાનાં ટ્વીટમાં પણ કહ્યું હતું કે, હું તેમનું (અકબર)નું નામ એટલા માટે લખ્યું છે કારણ કે તેમણે કાંઇ જ કર્યું નહોતું. આગળ કહ્યું કે, જો મે કંઇ પણ કહ્યું હોત તો આ વાર્તામાં હોત જ શું. આ પ્રકારે કોઇ પણ સ્ટોરી હવે છે નજી. કંઇ પણ નહી હોવા છતા આ પ્રકારનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે.