નવી દિલ્હી: મેટ્રો મેન (Metro Man) ના નામથી મશહૂર ઈ શ્રીધરન (E Sreedharan)  ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાના છે. ઈ શ્રીધરન 21 ફેબ્રુઆરીના રોજ ભાજપની વિજયયાત્રા દરમિયાન પાર્ટીની સદસ્યતા લેશે. અત્રે જણાવવાનું કે કેરળ ભાજપ ચીફના સુરેન્દ્રનના નેતૃત્વમાં ભાજપ 21 ફેબ્રુઆરીથી વિજયયાત્રા કાઢી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેટ્રો મેને જણાવી ભાજપ સાથે કામ કરવાની ઈચ્છા
કેરળ ભાજપના પ્રમુખ કે.સુરેન્દ્રને જણાવ્યું કે ઈ શ્રીધરન 21 ફેબ્રુઆરીના રોજ કાસરગોડથી શરૂ થનારી ભાજપની વિજયયાત્રા દરમિયાન પાર્ટીમાં જોડાશે. ઈ શ્રીધરને (E Sreedharan) ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 


અચાનક લીધો નથી નિર્ણય
શ્રીધરને (E Sreedharan)  મલયાલમ મનોરમા અખબાર સાથે વાત કરતા કહ્યું કે 'આ નિર્ણય અચાનક લેવાયો નથી. હું છેલ્લા એક દાયકાથી કેરળમાં છું અને રાજ્ય માટે કઈંક કરવા માંગુ છું. હું એકલો કશું કરી શકું નહીં. આથી મે પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો. હું રાજ્યમાં ભાજપ કેન્દ્રીત ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રીત કરીશ.'


Shocking Video: દુલ્હન 'બિન્દાસ' થઈને કરી રહી હતી ડાન્સ, બેકાબૂ કારે જાનૈયાઓને કચડી નાખ્યા


કોણ છે ઈ શ્રીધરન અને કેમ કહેવાય છે મેટ્રોમેન
ઈ શ્રીધરન (E Sreedharan) મેટ્રો મેનના નામથી જાણીતા છે અને તેઓ કોલકાતા મેટ્રોથી લઈને દિલ્હી મેટ્રો સુધીમાં મહત્વના યોગદાન માટે જાણીતા છે. ભારતમાં મેટ્રો સેવા શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાના કારણે ઈ શ્રીધરનને મેટ્રો મેન કહેવાય છે. ઈ શ્રીધરનને વિકાસ કાર્યોમાં આ યોગદાન બદલ વર્ષ 2001માં પદ્મશ્રી અને 2008માં પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત ફ્રાન્સની સરકારે વર્ષ 2005માં તેમને  'Chavalier de la Legion d’honneur' એવોર્ડથી સન્માનિત કર્યા હતા. જ્યારે ટાઈમ મેગેઝીને ઈ શ્રીધરનને એશિયાના હીરો ટાઈટલથી નવાજ્યા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube