વોટ બેંક માટે થઈને કોંગ્રેસ-NCPએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો: અમિત શાહ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Elections 2019) માટે સાંગલીમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ-એનસીપી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યાં.
સાંગલી: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 (Maharashtra Assembly Elections 2019) માટે સાંગલીમાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ-એનસીપી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યાં. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ અને એનસીપીએ વોટ બેંક માટે થઈને જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો હતો. ગૃહ મંત્રીએ કહ્યું કે આપણા દેશમાં બે વિધાન, બે બંધારણ ચાલી શકી નહીં. આથી મોદીજીએ કલમ 370 કાશ્મીરમાંથી ઉખાડી ફેંકી છે. અમિત શાહે કહ્યું કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી શાંતિ છે.
જમ્મુ-કાશ્મીરમાં આજથી પ્રતિબંધ હટતા પર્યટકો માટે 'દરવાજા ખુલ્લા' સરકારે બહાર પાડી એડવાઈઝરી
ગૃહ મંત્રીએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં આપણે મોદીજીની ઝોળીમાં કમળ જ કમળ નાખ્યા અને 300થી વધુ બેઠકો મળી. મોદીજી પ્રસ્તાવ લાવ્યાં, કલમ 370 અને 35એને ઉખાડી ફેંકવાનો પ્રસ્તાવ લાવ્યાં. લોકો 70 વર્ષથી રાહ જોઈ રહ્યાં હતાં કે કોઈ આવે અને તેને ઉખાડી ફેંકે. મોદીજીએ તેને હટાવીને દેશને અખંડ બનાવવાનું કામ કર્યું છે. જનતા માને છે કે કાશ્મીર દેશનું અવિભાજ્ય અંગ છે.
કાશ્મીર: અટકાયતમાં લેવાયેલા 3 નેતાઓનો આજે થશે છૂટકારો, બોન્ડ સાઈન કરાવવામાં આવ્યાં
તેમણે કહ્યું કે જ્યારે મોદીજી પ્રસ્તાવ લઈને આવ્યાં ત્યારે કોંગ્રેસ અને એનસીપી તેનો વિરોધ કરી રહી હતી. શરદ પવાર જણાવે કે તમે તેના પક્ષમાં છો કે નહી, તેનો વિરોધ કેમ કર્યો? વોટ બેંકના રાજકારણ માટે? તમે (પવાર સાહેબ) કહ્યું હતું કે લોહીની નદીઓ વહેશે. લોહીની નદી છોડો..એક ગોળી પણ ન ચાલી. આખી દુનિયા ભારતના પડખે છે અને પાકિસ્તાન એકલું પડી ગયું છે.
જુઓ LIVE TV