Delhi Violence: દિલ્હી હિંસા આયોજિત કાવતરું લોકસભામાં બોલ્યા અમિત શાહ
અમિત શાહે કહ્યું, `દિલ્હીમાં હિંસાને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ હિંસાની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસે 36 કલાકની અંદર હિંસા પર કાબુ મેળવી લીધો હતો.`
નવી દિલ્હીઃ લોકસભામાં આજે દિલ્હી હિંસા (Delhi Violence) પર થયેલી ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah)એ કહ્યું, 'દિલ્હી હિંસામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ પાઠવુ છું. 25 ફેબ્રુઆરીએ રાત્રે 11 કલાક બાદ દિલ્હીમાં હિંસા થઈ નથી. ભાવનાઓને ધ્યાનમાં રાખતા હોળી બાદ ગૃહમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી. દિલ્હીમાં હિંસા પ્રભાવિત વિસ્તારમાં 20 લાખની વસ્તી હતી. 12 પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંસા ફેલાઇ હતી. 4 ટકા વિસ્તારમાં હિંસાને રોકવામાં આવી હતી.'
અમિત શાહે કહ્યું, 'દિલ્હીમાં હિંસાને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ હિંસાની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસે 36 કલાકની અંદર હિંસા પર કાબુ મેળવી લીધો હતો.'
ટ્રમ્પની સાથે ન લંચમાં હતો ન ડિનરમાં
વિપક્ષ દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં વ્યસ્ત રહેવાના સવાલ પર અમિત શાહે જવાબ આપતા કહ્યું, 'મારા કહેવા પર જ એનસીએ અજીત ડોભાલ હિંસા પ્રભાવિત વિસ્તારના પ્રવાસે ગયા હતા. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રવાસ દરમિયાન દિલ્હી પોલીસની સાથે હતો. સતત બેઠકો યોજી રહ્યો હતો. હું ટ્રમ્પની સાથે આગરા, લંચ કે ડિનરમાં ગયો નહોતો. હું જો હિંસા પ્રભાવિત વિસ્તારમાં જાત તો પોલીસ સુરક્ષા માટે મારી પાછળ રહી હોય. તેવી ગલીઓમાં તોફાનો થયા જ્યાં બાઇક પણ જઈ શકતી નથી.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
ષડયંત્રની આશંકા, તપાસ ચાલી રહી છે
અમિત શાહે કહ્યું, 'અમે ષડયંત્રનો કેસ પણ દાખલ કર્યો છે. જેથી તેની તપાસ કરી શકાય કે આખરે દિલ્હીમાં આટલા મોટા તોફાનોને અંજામ આપવામાં આવ્યો છે. તોફાનીઓને પૈસા ક્યાંથી મળ્યા તેની પણ તપાસ થઈ રહી છે. દિલ્હી તોફાનમાં મદદ કરનાર ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આઈએસઆઈએસ સાથે જોડાયેલા એક વ્યક્તિની ધરપકડ થઈ છે એકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ લોકો સોશિયલ મીડિયા પર આઈએસઆઈએસનો વીડિયો શેર કરી રહ્યાં હતા.'