નવી દિલ્હી : સરકારે વીઝો શરતોનું ઉલ્લંઘન કરીને તબલીગી જમાતની ગતિવિધિઓમાં સમાવેશ હોવાનાં કારણે ગુરૂવારે 960 વિદેશીઓનાં નામ બ્લેક લિસ્ટેડ કરી દીધા અને તેમનાં વિઝા પણ રદ્દ કરી દીધા. ગૃહમંત્રાલયનાં કાર્યાલયોએ દિલ્હી પોલીસ અને અન્ય રાજ્યોનાં પોલીસ પ્રમુખોને વિદેશી કાયદા અને આપતા પ્રબંધન કાયદા હેઠળ કાયદેસર કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. જ્યાં આ વિદેશીઓ રહી રહ્યા છે. ગૃહમંત્રાલયનાં કાર્યાલયે ટ્વીટ કર્યું કે, ગૃહ મંત્રાલય દ્વારા પર્યટક વિઝા પર તબલીગી જમાત ગતિવિધિઓમાં સંડોવાયેલા હોવાનાં કારણે 960 વિદેશીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. સાથે જ તેમના ભારતીય વિઝા પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ નિઝામુદ્દીન મરકજમાંથી કાઢવામાં આવેલા બે લોકોનાં મોત ગુરૂવારે કોરોના વાયરસનાં કારણે થઇ ગયું. આ માહિતી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપી હતી. ડિજીટલ સંવાદદાતા સમ્મેલનમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, મરકજમાંથી કાઢવામાં આવેલા 2346 લોકોમાંથી 108માં કોરોના વાયરસ હોવાની વાતની પૃષ્ટી થઇ. 

કેજરીવાલે કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં આગામી દિવસોમાં કોવિડ 19નાં મુદ્દે વધારો થઇ શકે છે કારણ કે સરકારે મરકજમાંથી કાઢવામાં આવ્યા તમામ લોકોની તપાસ કરાવવાનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યુ કે, દિલ્હીમાં કોરોના વાયરસનાં કુલ 219 કિસ્સા સામે આવ્યા છે જેમાંથી ચાર લોકોનાં મોત થઇ ચુક્યા છે.