નવી દિલ્હીઃ ઝારખંડના દેવધરમાં થયેલી રોપવે દુર્ઘટના બાદ કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. એડવાઇઝરીમાં રોપવે પ્રોજેક્ટનના ઓપરેશન અને મેન્ટેનેન્સને ચોક્કસ માપદંડો પર સંચાલિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન થાય. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવને આપેલા નિર્દેશમાં કહ્યું કે, રાજ્ય સરકાર સેફ્ટી ઓડિટ માટે કોઈ ક્લાસિફાઇડ કંપનીની નિમણૂક કરે. આ સાથે દરેક રોપવે પ્રોજેક્ટની દેખરેખ માટે મૈનુઅલ તૈયાર કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી ઘટના બીજીવાર ન થાય
દેવધર રોપવે દુર્ઘટના બાદ કેન્દ્રએ મંગળવારે તમામ રાજ્યોને દરેક રોપવે પ્રોજેક્ટની સુરક્ષા ઓડિટ કરવા અને આવી આપાત સ્થિતિઓન સામનો કરવા માનક સંચાલન પ્રક્રિયાઓને લાગૂ કરવાનું કહ્યું. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલેલા પત્રમાં ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યુ કે, દરેક રોપવે પ્રોજેક્ટ માટે, એક જાળવણી માર્ગદર્શિકા અને કાર્યક્રમ હોવો જોઈએ જેથી સુરક્ષા માપદંડ સારા ઉદ્યોગ વ્યવહારની અનુરૂપ હોય અને આવી ઘટના બીજીવાર ન બને. 


ખોટો ફોટો ટ્વીટ કરી ફસાયા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, દાખલ થયો કેસ


બીઆઈએસ માપદંડોનું ઈમાનદારીથી પાલન થાય
ગૃહ સચિવે કહ્યુ કે રોપવે પ્રોજેક્ટના સંચાલન અને દેખરેખ માટે નિર્ધારિત બીઆઈએસ માપદંડોનું ઈમાનદારીથી પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે, આ સંબંધમાં જરૂરી માર્ગદર્શન રાષ્ટ્રીય રાજમાર્ગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી લઈ શકાય છે, જે ભારત સરકારના રોડ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેઠળ નોડલ સંગઠન છે. તેમણે કહ્યું કે તે પણ નક્કી કરવું જોઈએ કે રોપવે સાથે જોડાયેલી આકસ્મિત સ્થિતિઓનો સામનો કરવા માટે મોક ડ્રિલ, મોક અભ્યાસનું સમય-સમય પર આયોજન કરવું જોઈએ. 


48 કલાક ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
મહત્વનું છે કે ઝારખંડના દેવધરમાં રોપવે દુર્ઘટના બાદ આશરે 46 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું. આ લાંબા રેસ્ક્યૂ ઓપરેશન બાદ 47 લોકોને બચાવી લેવાયા હતા. આ દરમિયાન 2 મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube