MHA Guidelines: કોરોનાના વધતા કેસો વચ્ચે ગૃહમંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન
MHA Guidelines: દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસની નવી લહેર શરૂ થઈ છે. નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે નવી ગાઇડ લાઇન જાહેર કરી છે.
નવી દિલ્હીઃ oronavirus Guidelines: ઘણા રાજ્યોમાં કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે ગૃહ મંત્રાલયે એપ્રિલ મહિના માટે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. આ ગાઇડલાઇનમાં મુખ્યરૂપથી ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની રણનીતિ પર કામ કરવા ભાર મુકવામાં આવ્યો છે. સાથે રસીકરણ અભિયાન પર વધુ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. જે રાજ્યોમાં આરટી-પીસીઆર ટેસ્ટના આંકડા ઓછા છે તેને વધારવામાં આવે અને 70 ટકા સુધી તેમાં વધારો કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. નવી ગાઇડલાઇન 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે.
જ્યારે નવા કોરોનાના કેસ સામે આવે તો તેની સમય પર સારવાર અને તેના પર નજર રાખવામાં આવે. કોન્ટેક્ટ ટ્રેસિંગ દ્વારા સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટીન કરવામાં આવે. કન્ટેઈન્મેન્ટ ઝોનની જાણકારી જિલ્લા કલેક્ટર વેબસાઇટ પર અપલોડ કરે અને આ લિસ્ટને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે શેર કરે.
Corona: શું ફરી લૉકડાઉન પર વિચાર કરી રહી છે મોદી સરકાર? જાવડેકરે આપ્યો આ જવાબ
જે રાજ્યોમાં રસીકરણની ગતિ ધીમી છે તેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે રસીકરણ અભિયાનમાં તેજી લાવો. કોરોનાની ચેન તોડવા માટે આ જરૂરી છે.
મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, છત્તીસગઢ, કર્ણાટક અને તમિલનાડુમાં ઝડપથી કેસ વધી રહ્યાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા કેસમાંથી 81 ટકા કેસ માત્ર આ છ રાજ્યોમાં છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube