નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોકડાઉન (Lockdown) દરમિયાન અત્યાર સુધીની સૌથી મોટી છૂટ આપવાની જાહેરાત કરી છે. તેના અંતર્ગત કેન્દ્ર સરકારે Lockdownમાં ફસાયેલા વિદ્યાર્થી, મજૂરો, શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓને સ્થળાંતર કરવાના આદેશો જારી કર્યા. કેન્દ્રએ કહ્યું કે રાજ્ય એક તેમના સ્થળાંતર માટે એક નોડલ એજન્સી (Nodal Agency) બનાવે. સ્ક્રીન કર્યા બાદ જે લોકોમાં કોરોના લક્ષણ નથી તેમને તેમના રાજ્યમાં જવાની પરવાનગી મળશે. આ સાથે જ એવું પણ કહ્યું કે લોકોને લઇ જતી બસોને પણ સેનેટાઈઝ કરવામાં આવે. જે પણ લોકો તેમના હોમ એરિયામાં જશે તેમને પહેલા ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે. આ શરતો સાથે પરવાનગી મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલે કે, ફસાયેલા સ્થળાંતર પ્રવાસી કામદારો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓને લોકડાઉનમાં અમુક શરતો સાથે અવરજવરની પરવાની આપવામાં આવશે. બધા રાજ્યોએ ફસાયેલા લોકોને મોકલવા અને તેમને બોલાવવા નોડલ ઓથોરિટી સાથે પ્રમાણભૂત પ્રોટોકોલ તૈયાર કરવા પડશે. નોડલ અધિકારીઓ તેમના રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફસાયેલા લોકોની નોંધણી કરશે. જો ફસાયેલા લોકોનું જૂથ એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માંગે છે, તો રાજ્યો એક બીજા સાથે ચર્ચા કરી શકે છે અને માર્ગ દ્વારા અવરજવર પર પરસ્પર સંમત થઈ શકે છે.


દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસ (coronavirus)ના સંકટની વચ્ચે પંજાબ (Punjab)માં લોકડાઉન (Lockdown) ના બે સપ્તાહ માટે વધારવામાં આવ્યું છે. જો કે, દરરોજ 4 કલાક લોકોને કર્ફ્યુમાં રાહત આપવામાં આવશે. એટલે કે પંજાબમાં હજુ 17 મે સુધી કર્ફ્યુ- લોકડાઉન જારી રહેશે. લોકડાઉન દરમિયાન બિન-સંક્રમણ વિસ્તારોમાં દરરોજ 4 કલાક રાશનની દુકાનો ખોલવામાં આવશે. રાજ્યના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે (Captain Amrinder Singh) બુધવારે તેની જાહેરાત કરી હતી.


કેપ્ટનસિંહે કહ્યું કે આ નિર્ણય રાજ્ય દ્વારા બનાવવામાં આવેલા નિષ્ણાતોની સમિતિ અને સમાજના ઘણા વર્ગ દ્વારા પ્રાપ્ત ઇનપુટ્સના આધારે લેવામાં આવ્યો છે. રાજ્યમાં થોડા સમય માટે કડક વલણ આપનાવું જરૂરી છે. આવતીકાલે સવારે 7 થી 11 વાગ્યા સુધી લોકોને કર્ફ્યુથી રાહત આપવામાં આવશે. પરંતુ આ રાહત કન્ટેનમેન્ટ અને રેડ ઝોનમાં ઉપલબ્ધ રહેશે નહીં. ત્યાં પહેલાની જેમ જ કડક વલણ અપનાવાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube