નવી દિલ્હીઃ વોટ્સએપ પર જાસૂસીને લઈને ગૃહ મંત્રાલયે નિવેદન આપ્યું છે. મંત્રાલયે કહ્યું કે, સરકાર પર ગોપનીયતાના હનનો આરોપ પાયાવિહોણો છે. આમ કરીને સરકારની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સાથે મંત્રાલયે કહ્યું કે, સરકાર ગોપનીયતાની રક્ષા માટે પ્રતિબદ્ધ છે અને દોષી સાબિત થશે તો કાર્યવાહી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રાલયે કહ્યું કે, વોટ્સએપ પર ભારતીય નાગરિકોની ગોપનીયતા ભંગ કરવા સંબંધી રિપોર્ટના આધાર પર કેટલાક નિવેદન સામે આવ્યા છે. ભારત સરકારને બદનામ કરવાના આ પ્રયત્નો સંપૂર્ણ રીતે ખોટા છે. 


મંત્રાલયે કહ્યું કે, ભારત સરકાર નાગરિકોના મૌલિક અધિકારોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે, જેમાં ગોપનીયતાનો અધિકાર પણ સામેલ છે. તેવામાં ગોપનીયતા ભંગ કરવા માટે જવાબદાર કોઈ પણ મધ્યસ્થ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તે સ્પષ્ટ છે કે ભારત સરકારના કાયદા અને જોગવાઈ અનુસાર કામ કર્યું અને પ્રોટોકોલનું પાલન કર્યું છે. કોઈ નિર્દોષ નાગરિકને પરેશાની ન થાય કે તેની ગોપનીયતા ભંગ ન થાય તેના માટે પર્યાપ્ત સુરક્ષા ઉપાય છે. 
પત્રકારો, એક્ટિવિસ્ટોની જાસૂસીઃ આઈટી મિનિસ્ટ્રીએ વોટ્સએપ પાસે માગ્યો જવાબ 


છે મામલો 
ફેસબુકની માલિકીહક વાળી કંપની વોટ્સએપે ગુરૂવારે ખુલાસો કર્યો કે, એક ઇઝરાયલી સ્પાઈવેયરના માધ્યમથી વિશ્વભરમાં ઘણા વોટ્સએપ યૂઝરોની જાસૂસી કરવામાં આવી. કેટલાક ભારતીય પત્રકાર અને સામાજીક કાર્યકત્રા પણ આ જાસૂસીનો શિકાબ ન્યા છે. પરંતુ, વોટ્સએપે તે જણાવ્યું નથી કે કેટલા ભારતીયોની જાસૂસી કરવામાં આવી છે. વોટ્સએપે કહ્યું કે, ઇઝરાયલી સ્પાઇવેયર 'પેગાસસ'ના માધ્યમથી હેકરોએ જાસૂસી માટે આશરે 1400 લોકોના ફોન હેક કર્યાં છે. ચાર મહાદ્વીપોના વોટ્સએપ યૂઝર આ જાસૂસીનો શિકાર બન્યા છે. તેમાં રાજદ્વારી, રાજકીય વિરોધી, પત્રકાર અને વરિષ્ઠ સરકારી અધિકારી સામેલ છે. પરંતુ વોટ્સએપે તે ખુલાસો કર્યો નથી કે કોના કહેવા પર પત્રકારો અને સામાજીક કાર્યકર્તાના ફોન હેક કરવામાં આવ્યા છે.