મુંબઈ: ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટે બુધવારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર એજ ઓફ ઈન્ટેલિજન્સ મથાળા હેઠળ શ્વેતપત્ર બહાર પાડતા કહ્યું કે એઆઈના માધ્યમથી ભારતીયોને સશક્ત બનાવી શકાય છે. આ શ્વેતપત્રમાં કહેવાયું છે કે સ્વાસ્થ્ય સેવાઓ, રોજગાર, શિક્ષા, સરકારી સેવાઓમાં એઆઈના પ્રયોગથી સામાજિક-આર્થિક અવસરોનું ઓછી સુવિધાઓ વાળા વર્ગ સુધી વિસ્તાર થઈ શકે છે. આ શ્વેતપત્રનું અનાવરણ નાસ્કોમ ટેક્નોલોજી એન્ડ લીડરશીપ ફોરમ (એનટીએલએફ) 2019માં કરવામાં આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘Age of Intelligence’ માં એઆઈના સંબંધમાં પડકારો અને અવસરોને ફોર્મેટ આપવામાં આવ્યું છે અને જણાવાયું છે કે કઈ રીતે યોગ્ય સરકારી નીતિઓ, લેટેસ્ટ ટેક્નોલોજીઓ જેમ કે ઈન્ટરનેટનો વધતો ઉપયોગ અને કનેક્ટિવિટી મળીને આવનારા સમયમાં ડિજિટલ પરિવર્તનના લાભને ઓછી સુવિધાઓ વાળા વર્ગ સુધી પહોંચાડવામાં સક્ષમ રહેશે. તેમાં ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈન્ટેલિજન્ટ ક્લાઉડ સેવાઓનું રેપીડ એક્ઝીક્યુશન એઆઈને અપનાવવામાં પ્રમુખ ભૂમિકા ભજવશે. 


માઈક્રોસોફ્ટ ઈન્ડિયાના અધ્યક્ષ અનંત મહેશ્વરીએ કહ્યું કે "અમારો હેતુ એઆઈમાં માનવ કેન્દ્રીત દ્રષ્ટિકોણ સમાવવાનો છે. ભારતમાં હજુ એઆઈ અપનાવવાની શરૂઆત થઈ છે. ચાર આધારભૂત સ્તંભો ઉદ્યોગમાં ડિજિટલ પરિવર્તન સંભવ બનાવવા, ઈનોવેશન માટે સહયોગ કરવા, ભવિષ્ય માટે તૈયાર કાર્યબળ નિર્મિત કરવા અને સતત સમાજિક પ્રભાવ ઉત્પન્ન  કરવામાં એઆઈના ઉપયોગથી તેને ગતિ મળશે. એઆઈના વિકાસ અને ઉપયોગ માટે આ બધુ એક વિક્સિત નૈતિક માળખા હેઠળ થવું જોઈએ."


ભારતમાં ભાષાની વિવિધતા છે, અહીં AIનો ઉપયોગ વધુ સારી રીતે થશે
માઈક્રોસોફ્ટે કહ્યું કે ઉદાહરણ માટે ભારતની ભાષાઓની વિવિધતા તથા સાક્ષરતાના કારણે સમાવેશ એક મોટો પડકાર છે. એઆઈ આ વિધ્નને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે અને તમામ મુખ્ય ભારતીય ભાષાઓ માટે વોઈસ રેકોગ્નાઈઝેશન, ટેક્સ ટુ સ્પીચ તથા ટ્રાન્સલેશન શક્ય બનાવી રહ્યું છે. એકવાર સંપૂર્ણ રીતે ઉપલબ્ધ થયા બાદ તમામ સેવાઓ તમામ નાગરિકોને તેમની પસંદની ભાષામાં આપવામાં આવશે. માઈક્રોસોફ્ટ તમામ પ્રમુખ ભારતીય ભાષાઓમાં આ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ડેવલપર્સ સાથે મળીને કામ કરી રહ્યું છે. 


AIની મદદથી બરબાદી પર સારી રીતે લગામ લગાવી શકાય છે
કંપનીએ કહ્યું કે એઆઈ ટુલ્સ સરકારોને પોતાના નાગરિકો સાથે વધુ પ્રભાવશાળી રીતે કનેક્ટ થવા, બરબાદી રોકવા અને મહત્વપૂર્ણ જાણકારીઓ સુરક્ષિત કરવામાં મદદ કરે છે. માઈક્રોસોફ્ટની સ્માર્ટ સીટીઝ- ઈન્ટેલિજન્ટ ટેક્નોલોજી અને સિટિઝન સર્વિસિઝી ટુલ્સ સામાન્ય પડકારો જેવા કે ફી અને ટોલ મેનેજમેન્ટ, ટ્રાફિકના ઓપ્ટિમાઈઝેશન માટે ડિઝાઈન કરાયેલા છે. તે ટ્રેકિંગ, સર્ચ અને કન્વર્સેશનલ બોટ્સ દ્વારા નાગરિકોને કોન્સોલિડેટેડ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવે છે.  


ટેક્નોલોજીના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...