બાડમેર: રાજસ્થાનમાં બાડમેર (Barmer) જિલ્લામાં બુધવારે ભારતીય વાયુસેના (Indian Air Force) નું એક ફાઇટર પ્લેન મિગ-21 બાઇસન ક્રેશ ( MiG-21 Crash) થઇ ગયું છે. મિગ-21 બાઇસન ક્રેશ થતાં પાયલોટે કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. ઘટનાને લઇને કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ  (Court of inquiry ordered) જાહેર કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિગ ક્રેશ થયા બાદ એક ખેતરમાં પડ્યું છે. સૂચનાના અનુસાર પાયલોટ સુરક્ષિત છે. તો બીજીતરફ ઘટનાની સૂચના બાદ પોલીસ તંત્ર ઘટનાસ્થળે રવાના થઇ ગયું છે. મળતી માહિતી અનુસાર જિલ્લામાંથી 35 કિલોમીટર દૂર માતાસર ગામમાં સાંજે લગભગ 5 વાગે વાયુસેનાનું પ્રથમ લડાકૂ વિમાન મિગ ક્રેશ થઇ ગયું છે. ઘટના બાદ ઉત્તરલાઇથી વાયુ સેનાના અધિકારીઓએ સહિત ઘણા અન્ય અધિકારી પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે. તો બીજી તરફ ગામવાળા તરફથી આગ ઓલવવા મઍટે પાણીના ટેન્કર પણ નાખવામાં આવી રહ્યા છે. 

Work From Home: કંપનીઓને ડિસેમ્બર 2022 સુધી 'વર્ક ફ્રોમ હોમ' ની સલાહ, સરકારે જાહેર કરી એડવાઇઝરી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube