શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના બડગામમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ થયું છે. આ ઘટનાના કારણનો હજી ખુલાસો થયો નથી. ત્યારે એમ પણ જાણવા મળ્યું છે કે, ટેકનિકલ ખામીને કારણે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. ઘટનાસ્થળથી બે મૃતદેહો મળ્યા છે. એસએસપી બડગામે મીડિયાને જણાવ્યું કે, ભારતીય વાયુસેનાની ટેકનિકલ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી રહી છે. તેના બાદ જ પૂરતી માહિતી મળશે. અમને અહીથી બે મૃતદેહો મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પાકિસ્તાને સીઝફાયરનું કર્યુ ઉલ્લંઘન
પાકિસ્તાની જેટે બુધવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. પરંતુ ભારતીય વિમાનોએ તેમને પાછા ધકેલી મૂક્યા હતા. એક અધિકારીએ આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે, બુધવારે સવારે નૌશેરા સેક્ટરમાં ભારતીય હવાઈ ક્ષેત્રમાં જેટ ઘૂસ્યા હતા, પરંતુ તેમને ભારતીય વિમાનોને તાત્કાલિક પાછળ કાઢી મૂક્યા હતા.