કાંગડાઃ હિમાચલ પ્રદેશના કાંગડા પાસે એરફોર્સનું વિમાન મિગ-21 ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં પાયલોટનું મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે પાયલોટને વિમાનની ખરાબીની જાણ થઈ ગઈ હતી અને તે ક્રેશ થતા પહેલા વિમાનની બહાર નીકળી ગયો હોય. પરંતુ બાદમાં પાયલોટના મોતની પુષ્ટિ થઈ ગઈ છે. 



એરફોર્સનું આ વિમાન પંજાબના પઠાનકોટથી આવી રહ્યું હતું, જે હિમાચલના કાંગડાના જવાલીમાં ક્રેશ થઈ ગયું. મહત્વનું છે કે સપ્ટેમ્બર 2016માં પણ મિગ-21 દુર્ઘટનાનું શિકાર થઈ ગયું હતું. રાજસ્થાનના બાડમેચમાં થયેલી દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંન્ને પાયલોટોએ પેરાશૂટથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. 



મિગ-21 સુપરસોનિક લડાકૂ જેટ વિમાન છે, જેનું નિર્માણ સોવિયત સંઘના મિકોયાન-ગુરેવિચ ડિઝાઇન બ્યૂરોએ કર્યું છે. પહેલા આને બલાલૈકા નામથી બોલાવવામાં આવતું હતું, કારણ કે આ રૂસી સંગીત વાદ્ય ઓલોવેકની જેમ દેખાતું હતું.


વાયુસેનામાંથી મિગ-21ને વિદાય આપી દેવામાં આવી છે
મહત્વનું છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં જ મિગ-21 એરક્રાફ્ટને ભારતીય સેનાએ વિદાય આપી દીધી છે. 29 ડિસેમ્બરે રાજસ્થાનના નાલ સ્થિત વાયુસેના સ્ટેશનથી મિગ-21 એરક્રાફ્ટે પોતાની અંતિમ ઉડાણ ભરી હતી. આ સાથે વાયુસેનાએ મિગ-21 એરક્રાફ્ટને અલવિદા કરી દીધું હતું.