MIG 21 Aircraft: ભારતીય વાયુસેનાનું એક ફાઈટર વિમાન ગુરુવારે રાતે રાજસ્થાનના બાડમેર જિલ્લાના બાયતુ વિસ્તારમાં ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં બે પાઈલટના મોત થયા. એરફોર્સે જણાવ્યું કે આ ફાઈટર જેટ  MIG-21 (Mig Fighter Jet) હતું. આ ફાઈટર જેટ ક્રેશ થવાની ઘટના કોઈ પહેલવહેલી નથી. વર્ષ 2021માં જ આ વિમાનથી 5 અકસ્માત થયા હતા. આમ છતાં તેને વાયુસેનામાંથી બહાર કાઢવામાં આવતું નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ મિગ-21થી અત્યાર સુધીમાં 400થી વધુ અકસ્માત સર્જાયા છે. જેમાં 200થી વધુ પાઈલટ્સે જીવ ગુમાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1960ના દાયકામાં એરફોર્સમાં સામેલ થયા હતા
અમારી સહયોગી વેબસાઈટ ડીએનએના રિપોર્ટ મુજબ ભારતીય વાયુસેનાના કાફલામાં આ વિમાન 1960ના દાયકાની શરૂઆતમાં સામેલ થયા હતા. આ વિમાનને મિકોયાન ગુરેવિચ પણ કહે છે. આ વિમાનનું નિર્માણ રશિયન કંપની મિકોયાન કરતી હતી. જે પહેલા સોવિયેત યુનિયનમાં આવતું હતું. એટલે કે આ વિમાન સોવિયેત કાળના તે દમદાર ફાઈટર વિમાનોમાંથી એક છે. 1971ના યુદ્ધમાં મિગ-21 એ પૂર્વ અને પશ્ચિમના મોરચા પર ખુબ કહેર વરસાવ્યો હતો. તેણે પાકિસ્તાન વાયુસેનાના 13 ફાઈટર વિમાનો તોડી પાડ્યા હતા. આ ઉપરાંત બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન પણ પાકિસ્તાનના અત્યાધુનિક એફ-16 ફાઈટર વિમાનને પણ મિગ-21એ ખદેડ્યું હતું જેને કમાન્ડર અભિનંદન ઉડાવી રહ્યા હતા. 


'ફ્લાઈંગ કોફિન' કહેવાય છે
મિગ-21 ફાઈટર જેટ ભલે વાયુસેનાની સૌથી મોટી તાકાત હતું પરંતુ હવે તે ન તો જંગ માટે ફીટ છે કે ન તો ઉડાણ માટે. તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે વર્ષ 2021માં જ આ વિમાનથી 5 અકસ્માત સર્જાયા હતા. અત્યાર સુધીમાં 200થી વધુ જાંબાઝ પાઈલટ્સના જીવ આ વિમાનના કારણે ગયા છે. આ કારણે વાયુસેનાના પાઈલટ્સથી લઈને ડિફેન્સ એક્સપર્ટ્સ વચ્ચે આ વિમાન ફ્લાઈંગ કોફિન તરીકે ઓળખાય છે. 


જાન્યુઆરી 2021થી અત્યાર સુધીમાં 6 અકસ્માત
- 5 જાન્યુઆરી 2021ના રોજ રાજસ્થાનના સુરતગઢમાં એક મિગ-21 વિમાન ક્રેશ થયું. જો કે રાહતની વાત એ રહી કે પાઈલટનો જીવ બચી ગયો. 
- 17 માર્ચ 2021ના રોજ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પણ મિગ-21 બાયસન ક્રેશ થયું. 
- 20 મે 2021ના રોજ પંજાબના મોગામાં મિગ-21 ક્રેશ થવાથી પાઈલટ અભિનવ ચૌધરી શહીદ થઈ ગયા. 
- 23 ઓગસ્ટ 2021ના રોજ બાડમેરમાં એક મિગ-21 બાયસન વિમાન તૂટી પડ્યું. પાઈલટ સુરક્ષિત બચી ગયા. 
- 24 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનમાં જ ક્રેશ થયેલા મિગ-21 બાયસન વિમાનમાં વિંગ કમાન્ડર હર્ષિત સિન્હા શહીદ થઈ ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube