જયપુરઃ ભારતીય વાયુસેનાને વધુ એક ઝટકો લાગ્યો છે. સેનાનું મિગ-21 વિમાન જેસલમેરમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ગંગા ગામ નજીક ડીએનપી વિસ્તારમાં થઈ હતી. પોલીસ ફોર્સ, ફાયર બ્રિગેડ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાયલોટનું અકસ્માતમાં મોત
દુર્ઘટના બાદ પ્લેનના પાયલટનું મોત થયું છે. સર્ચ ટીમે પાયલોટનો મૃતદેહ બહાર કાઢ્યો હતો પરંતુ આગમાં તે ખરાબ રીતે દાઝી ગયો હોવાથી તેને બચાવી શકાયો ન હતો. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના જેસલમેરમાં ભારત-પાકિસ્તાનની સરહદને અડીને આવેલા વિસ્તારમાં બની હતી. જો કે તેની પાછળનું કારણ ખરાબ હવામાન હતું કે ટેક્નિકલ ખામી તે પછી તપાસ કરવામાં આવશે. હાલ ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.


કુન્નુર અકસ્માતમાં CDSએ ગુમાવ્યો હતો જીવ 
તાજેતરમાં જ દેશના પ્રથમ CDS જનરલ બિપન રાવતનું હેલિકોપ્ટર કુન્નૂરમાં ક્રેશ થયું હતું જેમાં રાવતની પત્ની સહિત 14 લોકોના મોત થયા હતા. આ અકસ્માતની એરફોર્સ દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે. મિગ વિમાનો સાથે ભૂતકાળમાં આવા અકસ્માતો થયા છે અને તેમની સુરક્ષાને લઈને અનેક વખત પ્રશ્નો ઉભા થયા છે.


અગાઉ નવેમ્બરમાં અરુણાચલ પ્રદેશમાં મિગ-21 પ્લેન ક્રેશ થયું હતું પરંતુ પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. રાજસ્થાનના બાડમેરમાં આવી જ એક ઘટના બની છે જેમાં પાયલટનો જીવ બચી ગયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube