નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીમાં 20 વર્ષ રહ્યાં બાદ આખરે પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે બુધવારે ભાજપનો ખેસ પહેરી લીધો છે. હાલમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના સમયમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રહેલા પ્રસાદની ગણના ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના એક યુવા બ્રાહ્મણ નેતાના રૂપમાં થતી હતી. પ્રસાદના જવાથી ફરી કોંગ્રેસમાં અન્ય યુવા નેતાઓની નારાજગી અને પાર્ટી બદલવાની અટકળો શરૂ થઈ ગઈ છે. સચિન પાયલટ અને મિલિંદ દેવડા એવા નેતાઓમાં સામેલ છે જેની નારાજગીની ચર્ચા આ દિવસોમાં થઈ રહી છે. આ વચ્ચે મિલિંદ દેવડાએ ગુજરાત સરકારના કામકાજની પ્રશંસા કરી કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં કોરોના મહામારીને કારણે છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં હોટલ ઇન્ડસ્ટ્રી, રેસ્ટોરન્ટ, રિઝોર્ટ અને વોટરપાર્ક પ્રભાવિત થયા છે. આર્થિક નુકસાનને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેનો એક વર્ષનો પ્રોપર્ટી ટેક્સ અને લાઇટબિલમાં ફિક્સ ચાર્જ માફ કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાએ પોતાના ટ્વિટર પર આ સમાચાર શેર કરી ગુજરાત સરકારની પ્રશંસા કરી છે. તેમણે લખ્યું- બીજા રાજ્યોના અનુકરણ માટે એક સ્વાગત યોગ્ય પગલું. જો આપણે ભારતના આતિથ્ય ક્ષેત્રમાં અને નોકરીઓમાં નુકસાન રોકવા ઈચ્છીએ છીએ તો બધા રાજ્યોએ તત્કાલ હસ્તક્ષેપ કરવો જોઈએ. 


જિતિન પ્રસાદને વારસામાં મળ્યો છે 'બળવો', તેમના પિતા સોનિયા ગાંધી વિરૂદ્ધ લડ્યા હતા ચૂંટણી  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube