નવી દિલ્હી:  તમિલનાડુના નીલગિરિ જિલ્લાના કુન્નૂરમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત એનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ હતા અને એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં બિપિન રાવતના પરિવારના સભ્યો પણ હતા. અકસ્માત બાદ ત્રણ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 મૃતદેહ મળી આવ્યા છે. સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ બિપિન રાવતને હોસ્પિટલ લઈ જવાયા છે. હેલિકોપ્ટર સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ સીડીએસ બિપિન રાવત અને તેમની પત્નીની સ્થિતિ વિશે કોઇ અપડેટ સેના દ્રારા આપવામાં આવ્યું નથી. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ જનરલ બિપિન રાવતના ઘરે પહોંચી ગયા છે. એટલું જ નહે આ વિશે તે આવતીકાલે સંસદમાં પણ જાણકારી આપશે. 


કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદ ભવન પહોંચી ચૂક્યા છે. તો બીજી તરફ કેંદ્રીય મંત્રી રાજનાથ સિંહ સંસદ પહોંચીને હેલિકોપ્ટરને લઇને નિવેદન આપશે. આ ઉપરાંત વાયુસેના પ્રમુખ કુન્નુર રવાના થઇ ગયા છે. તમિલનાડુના વનમંત્રીના અનુસાર આ ઘટના બાદ આઠ લોકોની લાશ મળી આવી છે. 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube