Live Updates: હેલીકોપ્ટર દુર્ઘટના પર કાલે સંસદમાં નિવેદન આપશે સરકાર, થોડીવારમાં થશે CCS ની બેઠક
ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં બિપિન રાવતના પરિવારના સભ્યો પણ હતા. અકસ્માત બાદ ત્રણ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 મૃતદેહ મળી આવ્યા છે.
નવી દિલ્હીઃ ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાર બિપિન રાવતનું નિધન થયુ છે. આજે તમિલનાડુના કુન્નૂરમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. Mi-17V5 હેલીકોપ્ટરથી તેઓ સફર કરી રહ્યા હતા. આ હેલીકોપ્ટરમાં જનરલ રાવત સહિત અન્ય અધિકારી હાજર હતા. આ દુર્ઘટનામાં બિપિન રાવતનું નિધન થઈ ગયું. તેમાં બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવત પણ હાજર હતા. તેમના નિધન પર દેશભરમાં શોકનો માહોલ છે. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
સાંજે 6.30 કલાકે CCS ની બેઠક
કુન્નૂરમાં થયેલા હેલીકોપ્ટર દુર્ઘટના પર અત્યાર સુધી 13 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એટલે કે CCS ની બેઠક શરૂ થઈ છે. જેમાં પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, નિર્મલા સીતારમન, વિદેશ મંત્રી એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલ હાજર છે.
સેનાધ્યક્ષ જનરલ એમએમ નવરણે પહોંચ્યા CDS રાવતના ઘરે
ભારતીય સેનાના અધ્યક્ષ જનરલ એમએમ નરવણે સીડીએસ બિપિન રાવતના ઘરે પહોંચ્યા છે. આર્મી ચીફે સીડીએસ રાવતના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. થોડીવાર પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ બિપિન રાવતના ઘરની મુલાકાત લીધી હતી.
સંસદમાં કાલે નિવેદન આપશે સરકાર
સીડીએસ બિપિન રાવત સવાર હતા તે હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. દિલ્હીમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સતત બેઠકો યોજીને માહિતી મેળવી રહ્યાં છે. હવે માહિતી મળી રહી છે કે સરકાર સંસદમાં આવતીકાલે એટલે કે ગુરૂવારે માહિતી આપશે. સૂત્ર તરફથી આ માહિતી મળી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube