મુંબઇ : મહારાષ્ટ્રમાં દુઘ ઉત્પાદક ખેડૂતોએ હજારોની સંખ્યામાં સોમવારે અલગ અલગ માંગણીઓ મુદ્દે વિરોધ પ્રદર્શ ચાલુ કરી દીધું છે. તેનાં કારણે મહારાષ્ટ્રનાં નાના તથા મોટા શહેરોમાં દુધના પુરવઠ્ઠો પ્રભાવિત થયો. મુંબઇ, પુણે, નાગપુર, નાસિક અને અન્ય મહત્વનાં શહેરો માટે જઇ રહેલા દુધના ટેંકરોને રાજ્યનાં અલગ અલગ વિસ્તારમાં રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. આ  આંદોલન ઘણા સ્થળો પર હિંસક પ્રદર્શનમાં પણ બદલી ગયું. આંદોલનકર્તાઓએ ન માત્ર દુધ સપ્લાઇમાં રહેલા વાહનોમાં રહેલું દુધ રસ્તા પર ઢોળી દીધું પરંતુ ઘણા વાહનોમાં આગ પણ લગાવી દીધી હતી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાભિમાની શેતકારી સંગઠન અને મહારાષ્ટ્ર ખેડૂત સભાનાં નેતૃત્વમાં ખેડૂતોનાં સમુહોએ દુધ પર પાંચ રૂપિયા પ્રતિ લીટર સબ્સિડી તથા માખણ તથા દૂધ પાઉડર પર વસ્તુ અને સેવા કર હટાવવા માટેની માંગ કરી છે. આંદોલનને જોતા નાસિક તથા કોલ્હાપુર જઇ રહેલ આશરે એક ડઝન જેટલા ટેંકરોને સશસ્ત્ર સુરક્ષાદળ પોલીસના પહેરામાં મોકલવમાં આવ્યું. જ્યારે વિપક્ષી કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તથા અન્યોએ આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. 



લાખો લીટર દુધથી લદાયેલા ટેંકરોને પુણે નાસિક, કોલ્હાપુર, સાંગલી, બીડ, પાલઘર, બુલઢાણા, ઓરંગાબાદ તથા સોલાપુરના રસ્તે રોકી દેવાયા હતા અને તેને રસ્તા પર ખાલી કરી દેવાયા હતા. જ્યારે એક ટેંકરમાં અમરાવતી નજીક આગ લગાવી દેવાઇ હતી. અન્ય સ્થળો પર કાર્યકર્તાઓએ પ્રતિકાત્મક રીતે પંઢરપુર, પુણે, બીડ, નાસિક, અહેમદનગર તથા બીજા સ્થળો પર વિરોધ નોંધાવતા મુખ્ય મંદિરોમાં દુધનો અભિષેક કર્યો હતો. જો કે રાજ્ય સરકારે પ્રદર્શન કર્તાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી ઉચ્ચારી હતી. 


 


એસએસએસના અધ્યક્ષ અને સાંસદ રાજૂ શેટ્ટી અને એમકેએશના અધ્યક્ષ અજીત નવલ જેવા નેતાઓ કેટલાક સ્થળો પર દૂધના ટેન્કરો રોકવા માટે રસ્તા પર ઉતર્યા હતા. જ્યારે કેટલીક નાની મોટી દુધ ઉત્પાદક સહકારી મંડળીઓએ ખેડૂતોનાં આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. રાજુ શેટ્ટીએ કહ્યું કે, રાજ્ય સરકારોએ 27 રૂપિયા પ્રતિ લિટરની ખરીદી કિંમત નિશ્ચિત કરી છે, જો કે ખેડૂતને માત્ર 17 રૂપિયા પ્રતિ લીટર મળે છે. અમે ગોવા, કર્ણાટક અને કેરળની જેમ ખેડૂતો માટે પાંચ રૂપિયા પ્રત્યક્ષ સબ્સિડીની માંગ કરી રહ્યા છે. 

શેટ્ટીએ કહ્યું કહ્યું કે, સ્કીમ્ડ દુધ પાઉડરની કિંમતોમાં ઘટાડો થવાની સાથે દુધ સહકારી સમિતીની મુશ્કેલીઓ વધી ગઇ છે. એમકેએસ અધ્યક્ષ અજીત નવલે કહ્યું કે, સરકાર દુધ પાઉડર 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સબ્સિડીની જાહેરાતથી ખેડૂતોને ફાયદો નહી થાય કારણ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં દુધ પાઉડરની કિંમતો ઘટી ગઇ છે.