નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ગુરૂવારે 93 વર્ષની વયે નિધન થઇ ગયું હતું. તેમનાં આ નિધન અંગે સમગ્ર દેશ જ નહી પરંતુ વિદેશથી પણ શ્રદ્ધાંજલી આપવા માટે લોકો આવી રહ્યા છે. પછી તેમનાં સમર્થકો હોય અથવા પછી તેમનાં વિરોધી, દરેક કોઇ તેમની પદ્ધતીથી યાદ કરી રહ્યા છે. વિરોધી પાર્ટીનાં નેતા પણ તેમનાં વખાણ કરતા તેમનાં યોગદાનને યાદ કરી રહ્યા છે. દેશનાં દરેક ખુણા તેમને યાદ કરતા લોકો પોતાની સંવેદનાઓ પ્રગટ કરી રહ્યા છે. જો કે તેમને શ્રદ્ધાંજલી આપવાનાં એક કાર્યક્રમમાં વિવાદ થઇ ગયો અને વાત મારપીટ પર પહોંચી ગયા. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઔરંગાબાદ નગર નિગમમાં શુક્રવારે દેશનાં પુર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યા. આ કાર્યક્રમનું અસદુદ્દીન ઔવેસીએ પાર્ટી એઆઇએમઆઇએમના એક પાર્ષદ અબ્દુલ મતીને વિરોધ ચાલુ કરી દીધો. ત્યાર બાદ ભાજપના પાર્ષદોએ મતીનની સદનમાં જ મારામારી કરી દીધી.



મતીને પિટાઇ સદનમાં જ થઇ ગઇ. સદનમાં સભાપતિ તેમને રોકતા રહ્યા, જો કે ભાજપ પાર્ષદે તેમને માર માર્યો. એટલે સુધી કે મહિલા પાર્ષદે પણ તેમને બે ચાર થપ્પડ મારી દીધી હતી. ભાજપે તમામ પાર્ષદોએ તેમને ઘેરીને ખરાબ રીતે માર મારવાનું ચાલુ કરી દીધું. ત્યાર બાદ સુરક્ષાકર્મચારીઓ તેમને કોઇ પ્રકારનાં સદનથી બહાર કાઢીને તેમને બચાવવામાં આવ્યા. 



આ હૂમલામાં ઘાયલ થયેલા મતીનને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. ત્યાર બાદ તેમણે પોતાનું નિવેદન એક વીડિયો દ્વારા કરવામાં આવ્યું. તેઓ તેમ કહેતા સાંભળી શકાય છે કે તેમણે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. મતીને સદનનાં સભાપતિએ પોતાનો વિરોધ નોંધાવવા માટે કહ્યું. ત્યાર બાદ ભાજપ અને શિવસેનાના પાર્ષદોએ તેમની માર માર્યો. હવે તેઓ આ મુદ્દે તે તમામ પાર્ષદની ધરપકડ થાય તેવું ઇચ્છે છે.