નવી દિલ્હીઃ હાલ દેશભરમાં ધૂમધામથી ગણેશોત્સવ મનાવાઈ રહ્યો છે. ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે સૌ ભક્તો ગણેશજીની સેવા અને પૂજા અર્ચના કરી રહ્યા છે. આ વખતે બજારોમાં ગણેશજીની અવનવી મૂર્તિઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે સુરતના એક મિનિએચર આર્ટિસ્ટે ગણેશજીની એટલી અદભુત પ્રતિમા બનાવી કે જેને જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


દેશભરમાં હાલ ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. વિઘ્નહર્તાની ભક્તો આખુ વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે હાલ તેમની પૂજા-અર્ચના કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. વિવિધ સ્વરૂપોમાં ગણેશજીની લોકો પૂજા કરે છે. કોઈ ગણેશજીની સૌથી મોટી મૂર્તિની સ્થાપના કરે છે તો કોઈ સોના-ચાંદીના બનેલા ગણેશજીની પૂજા કરે છે. અવનવી ગણેશજીની મૂર્તિઓ લોકોનું મન મોહી લે તેવી હોય છે. ત્યારે સુરતના એક મિનિએચર આર્ટિસ્ટે એવી જ કંઈક મૂર્તિઓ તૈયાર કરી છે જેને જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો.


સુરતના મિનિએચર આર્ટિસ્ટ પવન શર્માએ અલગ અલગ વસ્તુઓ પર મીની ગણેશજીની પ્રતિમા બનાવી છે. જેમાં ખાસ કરીને, પેન્સિલ, છીપલાં અને મોતી પર ગણેશજીની પ્રતિમા તૈયાર કરી છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેમાં સૌથી નાની ગણેશ મૂર્તિની સાઈઝ 0.5MM છે.


આ મિનિએચર આર્ટિસ્ટે પહેલાં અવનવી કૃતિથી અનેક રેકોર્ડ બનાવ્યા છે. તેમને સૂઈમાં પણ એક નાનકડા ગણપતિ તૈયાર કર્યા છે. એટલું નહીં પણ તે ગણપતિમાં પેઈન્ટિંગ પણ કરી. સોશિયલ મીડિયા પર હાલ મિનિએચર આર્ટિસ્ટની કૃતિ સામે આવી છે. આ આર્ટિસ્ટના લોકો વખાણ કરી રહ્યા છે. કેમ કે, આટલી નાની નાની ગણેશજીની પ્રતિમા તૈયાર કરવી તે સહેલી વાત નથી. તેમની આ આવડતથી સૌ કોઈ પ્રભાવિત છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો અને ફોટા જોઈને લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે.