શું દેશમાં ખરેખર વીજળી સંકટ છે? ઉર્જા મંત્રી આરકે સિંહે આપ્યો મહત્વનો જવાબ
Coal Crisis In India: ઉર્જા મંત્રી આરકે સિંહે કહ્યુ કે, આ પેનિક માત્ર એક મેસેજને કારણે થયું છે. ટાટાના સીઈઓએ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
નવી દિલ્હીઃ દેશમાં મોટા વીજળી સંકટની આશંકા પર કેન્દ્રીય ઉર્જા મંત્રી (Minister Of Power) આરકે સિંહ (RK Singh) એ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં કોલસાની (Coal Crisis) કમી નથી. આ વાતને કારણ વગર આગળ વધારવામાં આવી રહી છે.
દિલ્હીમાં વીજળી સંકટ નહીંઃ ઉર્જા મંત્રી
ઉર્જા મંત્રી આરકે સિંહે કહ્યુ કે કાલે (શનિવાર) એ સાંજે દિલ્હીના ઉપરાજ્યપાલ સાથે વાત કરી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ પીએમ નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) ને પત્ર મોકલ્યો છે. મેં તેમને કહ્યુ કે, વીજળી ઉપલબ્ધ છે અને ઉપલબ્ધ રહેશે. આજે અમે બેઠક બોલાવી હતી. દિલ્હીમાં વીજળીની આપૂર્તિ પૂરી છે અને આગળ પણ થતી રહેશે.
આ રીતે ફેલાયા વીજળી સંકટના સમાચાર
આરકે સિંહે કહ્યુ કે, કોઈ આધાર વગર પેનિક થયું કારણ કે એક મેસેજ ચાલ્યો ગયો. તે મેસેજ GAIL એ મોકલ્યો હતો કારણ કે કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો હતો. અમે કહ્યું કે આપૂર્તિ કરતા રહીશું ભલે ઇમ્પોર્ટેડ ગેસ કેમ ન હોય? દેશભરમાં ગેસ ઉપલબ્ધ કરાવીશું. કોઈ કમી ન હતી અને ન થશે.
આ પણ વાંચોઃ સત્તા ચલાવવા નહીં, દેશ બદલવા માટે સત્તામાં આવ્યા PM મોદી: અમિત શાહ
ચિંતાની કોઈ જરૂર નથીઃ ઉર્જા મંત્રી
તેમણે આગળ કહ્યુ કે સંકટ ક્યાંય નહતું, તે બનાવવામાં આવ્યું છે. ટાટાના સીઈઓએ ચેતવણી આપી કે જો આવા પ્રકારના નિરાધાર મેસેજ મોકલવામાં આવ્યા તો કાર્યવાહી થશે. જેટલો સ્ટોક ઉપલબ્ધ થઈ રહ્યો છે તેનાથી વધુ આવી રહ્યો છે. પ્રહ્લાદ જોશી સાથે સતત વાત થઈ રહી છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
ઉર્જા મંત્રીએ કહ્યુ કે, મુખ્યમંત્રી કેજરીવાલે પત્ર લખ્યો છે પરંતુ આવી કોઈ સમસ્યા નથી. કોલસો જેટલો જરૂરી છે, ત્યાં એટલો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. ડિમાન્ડ વધી છે એટલે આપણી ઇકોનોમી વધી રહી છે. તે વાતની અમને ખુશી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube