નવી દિલ્હીઃ ગૃહપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મંત્રીઓના એક સમૂહ (જીઓએમ)એ બુધવારે તે પેનલની ભલામણો પર ચર્ચા કરી જેની રચના લિન્ચિંગ (મારી મારીને હત્યા)ની ઘટનાઓ પર કાબુ મેળવવાની રીતના સૂચન આપવા માટે કરવામાં આવી હતી. અધિકારીઓએ આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહ સચિન રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં સચિવોની સમિતિની મુખ્ય ભલામણોમાંથી એક ભારતમાં સોશિયલ મીડિયા સાઇટોના મહત્વના અધિકારીઓ પર જવાબદારી નાખવાની છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે જીઓએમની આ પ્રથમ બેઠક હતી અને મંત્રીઓને સમિતિની ભલામણો વિશે જાણકારી આપવામાં આવી છે. 


સમજાય છે કે સમિતિએ સંસદીય મંજૂરીના માધ્યમથી ભારતીય દંડ સંહિતા અને દંડ પ્રક્રિયા સંહિતામાં નવી જોગવાઇઓ સામેલ કરી કાયદાને કડક કરવાની ભલામણ કરી છે. 


આગામી સપ્તાહમાં વધુ બેઠક યોજી શકે છે જીઓએમ
અધિકારીએ જણાવ્યું કે આશા છે કે પોતાની ભલામણોને અંતિમ રૂપ આપવા માટે જીઓએમ આગામી સપ્તાહે વધુ બેઠક કરી શકે છે. બાદમાં તેને અંતિમ નિર્ણય માટે વડાપ્રધાન મોદી પાસે મોકલવામાં આવશે. 


જીઓએમના સભ્યોમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજય પરિવહન પ્રધાન નિતિન ગડકરી, કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ અને સામાજીક ન્યાય અને આધિકારિતા પ્રધાન થાવરચંદ ગેહલોત છે. ગૃહપ્રધાન રાજનાથ સિંહ જીઓએમના પ્રમુખ છે. 


છેલ્લા એક વર્ષ દરમિયાન નવ રાજ્યોમાં આવી આશરે 40 ઘટનાઓ થયા બાદ જીઓએણ તથા સચિવોની સમિતિની રચના કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલય સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પરામર્શ જારી કર્યો હતો.