નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) એ 18 જૂન, 2024ના દેશના વિવિધ શહેરોમાં આયોજીત યુજીસી-નેટ જૂન 2024ની પરીક્ષા રદ્દ કરી છે. એનટીએએ પરીક્ષાને બે શિફ્ટમાં ઓએમઆર (પેન અને પેપર) મોડમાં આયોજીત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19 જૂન, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીપી) એ પરીક્ષાના સંબંધમાં ગૃહ મંત્રાલયના ભારતીય સાયરબ અપરાધ સમન્વય કેન્દ્ર (I4C) ની રાષ્ટ્રીય સાયબર ગુના ખતરા વિશ્લેષણ યુનિટથી કેટલાક ઇનપુટ પ્રાપ્ત થયા હતા. આ ઇનપુટ પ્રથમ દ્રષ્ટિએ સંકેત આપે છે કે મંગળવારે આયોજીત પરીક્ષામાં ગડબડ થઈ છે.



નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ બુધવારે (19 જૂન) UGC-NET પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. એજન્સીને પ્રથમદર્શી સંકેતો મળ્યા છે કે પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પરીક્ષા પ્રક્રિયાની સર્વોચ્ચ સ્તરની પારદર્શિતા અને પવિત્રતા સુનિશ્ચિત કરવા માટે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે."


નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું- એક નવી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, તે માટેની જાણકારી હવે આપવામાં આવશે. સાથે આ ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.