સંસદમાં મોદી સરકારનું નિવેદન- 5 વર્ષમાં માલ્યા અને નીરવ સહિત 38 લોકો દેશ છોડીને ભાગ્યા
નાણા મંત્રાલયે સંસદને જણાવ્યું કે, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી સહિત 38 લોકો 2015થી 2019 વચ્ચે દેશ છોડીને ભાગી ગયા છે.
નવી દિલ્હીઃ કોરોના કાળમાં સંસદના ચોમાસા સત્રની આજથી શરૂઆત થઈ ગઈ છે. સત્રના પ્રથમ દિવસે નાણા મંત્રાલયે ગૃહને જણાવ્યું કે, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી સહિત 38 લોકો 1 જાન્યુઆરી 2015થી 31 જાન્યુઆરી 2019 વચ્ચે દેશ છોડીને ભાગ્યા છે. બધા વિરુદ્ધ નાણાકીય અનિયમિતતાના કેસ નોંધાયેલા છે, જેની તપાસ સીબીઆઈ કરી રહી છે.
બીજીતરફ સુપ્રીમ કોર્ટના નિવૃત જસ્ટિસ માર્કેંડેય કાટજૂએ શુક્રવારે ભારતથી લાઇ વીડિયો લિંક દ્વારા ભાગેડૂ હીરા કારોબારી નીરવ મોદી પ્રત્યર્પણના મામલામાં હીરા કારોબારી તરફથી જુબાની આવી, જેને ભાતર સરકાર તરફથી ફરિયાદી પક્ષને પડકારવામાં આવ્યો છે. કાટજૂએ કહ્યુ કે નીરવ મોદીને ભારતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ સુનાવણીની તક મળશે નહીં.
રાજ્યસભામાં NDAને મળી જીત, હરિવંશ નારાયણ બીજીવાર બન્યા ડેપ્યુટી ચેરમેન
5 દિવસની સુનાવણીના અંતિમ દિવસે જસ્ટિસ સેમ્યુઅલ ગૂજીએ કાટજૂની વિસ્તૃત જુબાી સાંભળ્યા બાદ મામલાની સુનાવણી 3 નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. ત્રણ નવેમ્બરે ભારતીય અધિકારીઓ દ્વારા રજૂ પૂરાવાની સ્વીકાર્યતા સંબંધિત તથ્યો પર સુનાવણી થશે.
જાણકારી પ્રમાણે ભાગેડૂ વેપારી વિજય માલ્યાની પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હકીકતમાં માલ્યાએ 2017ના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube