નવી દિલ્હી : લોકડાઉન ખતમ થયા બાદ ઉદ્યોગો ફરી શરૂ કરવા મુદ્દે સરકાર દ્વારા રવિવારે એક નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.  ગૃહમંત્રાલયના અનુસાર કોઇ પણ યૂનિટમાં કામ ચાલુ થયાના પહેલા અઠવાડીયે ટ્રાયલ અથવા ટેસ્ટ રન માનવામાં આવે. કારખાનાઓમાં સુરક્ષા ઉપાયોને સુનિશ્ચિત કરવામાં આવે. કોઇ પણ સ્વરૂપે વધારે ઉત્પાદનનું લક્ષ્યાંક નિર્ધારિત ન કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હંદવાડા બાદ ભારતનાં સંભવિત વળતાપ્રહારથી થથરી રહ્યું છે પાક. પેટ્રોલિંગ વધાર્યું

મંત્રાલયનાં સચિવ જીવીવી સરમાના અનુસાર લોકડાઉનનાં કારણે અનેક અઠવાડીયાથી ઇન્ડસ્ટ્રિયલ યૂનિટ્સ બંધ છે. એવામાં શક્યતા છે કે, ઓપરેટર ફેક્ટરી ચલાવવા માટેના માનક પદ્ધતીથી લાગુ ન કરી શક્યા હોય. જેના કારણે પાઇપલાઇન વાલ્વથી કેમિકલ લીકેજ વગેરેનો ખતરો થઇ શકે છે. ફેક્ટરીઓને બંધ રહેવાને કારણે મશીનો અને ઉપકરણોનું પણ મેન્ટેનન્સ નથી થઇ શક્યું. જેથી તેમને પણ ખતરો થઇ શકે છે.


17 મે બાદ શું? આવતીકાલે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે પીએમ મોદી

મશીન અને ઉપકરણો અંગે ગાઇડલાઇન
- કોઇ કર્મચારી જે પણ મશીન/ઉપકરણ અંગે કામ ચાલી રહ્યા હોય, તેનું સેનિટાઇઝેશન કરવામાં આવે. તે પણ સુનિશ્ચિત કરે કે ક્યાંય કોઇ પણ તાર ખુલ્લો ન હોય, લીકેજ ન હોય અને ખતરાના સંકેત ન મળ્યાં.
- ફેક્ટરીમાં ફરી એકવાર કામ ચાલુ કરતા પહેલા તમામ ઉપકરણોની તપાસ કરે, સુરક્ષા પ્રોટોકોલનો ખાસ ખ્યાલ રાખે. 
- જો ફેક્ટરીનું પ્રબંધન/સંચાલનમાં કોઇ પણ પ્રકારની પરેશાની હોય તો સ્થાનિક તંત્રની મદદ લેવામાં આવી શકે છે. ફેક્ટરીઓનાં મુખ્ય ગેટ પર જ કર્મચારીઓનું તાપમાન માપવામાં આવવું જોઇએ. બિમારીના લક્ષ્યાંકવાળા કર્મચારીને કામ કરવાની પરવાનગી આપવામાં આવવી જોઇએ.


દિલ્હીમાં એક મહિનામાં ત્રીજીવાર ભૂકંપ, ગાઝિયાબાદની પાસે હતું કેન્દ્ર

વર્કર્સ માટે પણ ગાઇડલાઇન
- ફેક્ટરીનાં પરિસરમાં 24 કલાક સેનિટાઇઝેશન થવું જોઇએ
- ફેક્ટરીને દિવસમાં 2થી 3 કલાકનાં સમયાંતરે સેનિટાઇઝ કરવામાં આવે. ખાસ કરીને કોમન એરિયાનો. તેમાં લંચ રૂમ્સ અને કોમન ટેબલ્સનો સમાવેશ થાય છે. તેને દરેક વ્યક્તિના ઉપયોગ બાદ ડિસઇન્ફેક્ટ અને સ્વચ્છ કરવામાં આવે. 
- રહેવાની જગ્યા માટે સંક્રમણને અટકાવવા માટે નિયમિત રીતે રહેનારા દરેક સ્થળનું સેનિટાઇઝેશન કરવામાં આવે તે જરૂરી છે. 
- તમામ કર્મચારીઓનું દિવસમાં 2 વખત હેલ્થ ચેકઅપ થાય તે જરૂરી છે, આ ઉપરાંત વર્કર્સમાં જો કોઇ પણ કોરોનાનું લક્ષણ હોય તો તેણે કામ પર ન આવવું જોઇએ.
- તમામ ફેક્ટરી અને મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ગ્લવ્સ, માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર ઉપલબ્ધ કરાવવામાં આવે. 
- કોરોના અંગે કર્મચારીઓને માહિતગાર કરવા
- ફેક્ટરીની એન્ટ્રીથી એન્ટ્રીથી એક્ઝિટ સુધી સુરક્ષા પગલા અંગે માહિતી આપવામાં આવે. 
- વ્યક્તિગત રીતે પણ સુરક્ષાના પગલા ઉઠાવવામાં આવે. 
- ફેક્ટરીનાં પરિસરમાં આવનારા તમામ બોક્સ અને અન્ય સામાનને સેનિટાઇઝ કરવામાં આવે. 


એર ઈન્ડિયાના 5 પાયલોટ બન્યા કોરોનાનો શિકાર, થોડા દિવસ પહેલા ગયા હતા ચીન
વર્કિંગ શિફ્ટ
- 24 કલાકમાં કામ કરનારા યૂનિટ અને ફેક્ટરીમાં શિફ્ટ વચ્ચે એક કલાકનો ગેપ જરૂરી છે. તે ફેક્ટરીઝ, પ્લાન્ટ્સ છોડીને જ્યાં સતત કામ કરવું જરૂરી છે. 
- સરકારી ગાઇડ લાઇન અનુસાર વ્યવસ્થા અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફને એક શિફ્ટમાં 33 ટકાની ક્ષમતા સાથે કામ કરવી જોઇએ.
- કામ દરમિયાન ટૂલ્સ અને વર્કસ્ટેશન પ્રતિ વ્યક્તિ અલગ હોય તે જરૂરી છે, જરૂર પડે વધારાના ટુલ્સ પુરા પાડવામાં આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube