નવી દિલ્હીઃ કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી (Puducherry) માં કોંગ્રેસની સરકાર પડ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય તરફથી જારી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે વિધાનસભા સસ્પેન્ડ રહેશે. મહત્વનું છે કે બુધવારે કેન્દ્રીય કેબિનેટે પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠક બાદ સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યુ હતુ કે પુડુચેરીમાં સત્તામાં રહેલી પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ પાર્ટીથી અલગ થયા બાદ નારાયણસામી સરકારે રાજીનામુ આપ્યું હતું. 


તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીના રાજીનામા બાદ કોઈએ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો નથી. ત્યારબાદ રાજ્યપાલે પુડુચેરીમાં વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતી. જાવડેકરે જણાવ્યુ કે, કેન્દ્રીય મંત્રીમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. 


આ રાજ્યમાં પરીક્ષા આપ્યા વગર પાસ થશે ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓ  


ઉલ્લેખનીય છે કે પુડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસામીએ સોમવારે વિશ્વાત મત રજૂ કર્યા બાદ મત વિભાજન પૂર્વે ઉપ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજનને પોતાનું રાજીનામુ આપી દીધુ હતું. પુડુચેરીમાં એપ્રિલ-મે મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની સંભાવના છે. તે માટે તમામ પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube