નવી દિલ્હી: વિદ્યુત મંત્રાલયે રાજ્યો દ્વારા કેન્દ્રીય ઉત્પાદન સ્ટેશનોને ફાળવવામાં આવેલી વીજળીના ઉપયોગ પર દિશા નિર્દેશ જાહેર કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને નિર્દેશ અપાયા છે કે તેઓ વીજળીને ગ્રાહકો વચ્ચે શેડ્યૂલ કરે અને સરપ્લસ વીજળીની જાણકારી કેન્દ્ર સરકારને આપે. અત્રે જણાવવાનું કે દેશમાં વીજળી સંકટ તોળાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે અનેક રાજ્યોમાં કોલસાની કમીના કારણે વીજળી પ્લાન્ટ ઠપ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાળવવામાં આવેલી વીજળી શેડ્યૂલ ન કરવા બદલ કાર્યવાહી
જો કોઈ રાજ્ય પાવર એક્સચેન્જ  (Power Exchange) માં વીજળી વેચતા હશે એવું જણાશે કે ફાળવવામાં આવેલી વીજળી શેડ્યૂલ નથી કરવામાં આવી રહી તેવી માહિતી મળશે તો તેમને ફાળવવામાં આવેલી વીજળી અસ્થાયી રીતે ઓછી કરવા કે પાછી લેવામાં આવી શકે છે. આવી વીજળી અન્ય રાજ્યોને કે જેમને વીજળીની તાકીદે જરૂર છે તેમને પુર્ન: ફાળવવામાં આવી શકે છે. 


PIB Fact Check: દેશમાં ફરીથી Lockdown લાગશે? દિવાળી સુધી ટ્રેનો બંધ થશે? વિગતવાર વાંચો અહેવાલ 


દિલ્હીમાં વીજળી આપૂર્તિની સ્થિતિ
આ સાથે જ વિદ્યુત મંત્રાલયે દેશની રાજધાની દિલ્હીમાં વીજળી આપૂર્તિની સ્થિતિ અંગે જાણકારી પણ આપી છે અને કહ્યું કે 10 ઓક્ટોબર 2021ના રોજ દિલ્હીની મહત્તમ માગ 4536 મેગાવોટ (પીક) અને 96.2 એમયુ (ઉર્જા) હતી. વીજળીની કમીના કારણે કોઈ આઉટેજ નહતું કારણ કે જરૂરી પ્રમાણમાં વીજળીની આપૂર્તિ કરાઈ હતી. 


IPL 2021: વિરાટ કોહલી માટે દુશ્મન સાબિત થયો આ ખેલાડી, જતા જતા મોટો ઘા આપતો ગયો


વિતરણ કંપનીઓ માટે ઉર્જા લેખાંકન જરૂરી
વીજ મંત્રાલયે કહ્યું કે તેણે વીજળીના નુકસાનને ઓછું કરવા માટે વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)ના ઉર્જા લેખાંકનને જરૂરી કર્યું છે. મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું કે વીજળી ક્ષેત્રમાં ચાલી રહેલા સુધારા હેઠળ વીજળી મંત્રાલયે વિતરણ કંપનીઓ માટે નિયમિત રીતે ઉર્જા લેખાંકનને જરૂરી કર્યું છે. જે હેઠળ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં 60 દિવસની અંદર પ્રમાણિક ઉર્જા પ્રબંધક દ્વારા ડિસ્કોમે ત્રિમાસિક ઉર્જા લેખાંકન કરાવવું પડશે. એક સ્વતંત્ર માન્યતા પ્રાપ્ત ઉર્જા લેખા પરીક્ષક દ્વારા વાર્ષિક ઉર્જા લેખા પરીક્ષા પણ થશે. આ બંને રિપોર્ટને સાર્વજનિક રીતે પ્રકાશિત કરવામાં આવશે. આ વ્યવસ્થાથી વીજળીના નુકસાન, ચોરીને રોકવામાં મદદ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube