Trending News : મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં અનોખો કિસ્સો સામે આવ્યો છે. કોરોનામાં મૃત ગણાયેલો યુવક બે વર્ષ બાદ પરિવાર પાસે પરત ફર્યો હતો. જેથી પરિવારમાં ખુશીઓ પરત ફરી હતી. મૃત્યુના બે વર્ષ બાદ પતિ જીવતો પાછો ફરતા વિધવા થઈને ફરતી પત્ની પણ હરખાઈ ગઈ હતી. પતિએ ફરીથી પત્નીના માંગમાં સિંદૂર ભર્યુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એમ હતું કે, મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં કોરોના કાળમાં મૃત પામેલો યુવક બે વર્ષ બાદ પાછો ફર્યો છે. ધારના બદનાવરના કડોદકલાના રહેવાસી યુવક કમલેશ પાટીદારને વર્ષ 2021 માં કોરોના થયો હતો. બીજી લહેરમાં તે સંક્રમિત થતા તેના પરિવારજનો તેને બદનાવરની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી તેને ઈન્દોર સારવાર માટે લઈ જવાયો હતો. થોડા દિવસ સારા થયા બાદ પરિવારજનો પરત તેને ઘરે લઈ આવ્યા હતા. જ્યાં ફરીથી યુવકની તબિયત લથડી હતી. સંક્રમણ વધતા તેને ડોક્ટરોની સલાહ પર વડોદરાની હોસ્પિટલમાં લઈ જવાયો હતો.


આ વાંચીને તમે અમદાવાદ છોડીને બીજે રહેવા જશો, અહી રહેવાનો મોહ હોય તો છોડી દેજો


કોરોનાની સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કમલેશને લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ કમલેશને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલની સૂચના પર સ્વજન તેને મળવાા હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ કોરોના પોઝિટિવ હોવાને કારણે મૃતકનો મૃતદેહ પરિવારને સોંપાયો ન હતો. પોલિથીનમાં લપેટીને કમલેશનો મૃતદેહ સોંપાયો હતો. જોકે, પરિવારે તે સમયે કમલેશનો ચહેરો જોયો ન હતો. તબીબોના કહેવા પર પરિવારજનોએ કમલેશના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. કમલેશ કોરોના સંક્રમિત હોવાથી વડોદરામા જ તેના અંતિમ સંસ્કાર કરાયા હતા.  


પરિવારે તેને મૃત માની લીધો હતો
વડોદરાથી પરત ફર્યા બાદ તેના પરિવારમાં માતમ છવાયો હતો. તેના પરિવારે તેની તેરમાની વિધિ કરી હતી. તેમજ તેની પત્ની છેલ્લા બે વર્ષથી વિધવા તરીકેનું જીવન ગુજારતી હતી. પરંતુ એક દિવસ અચાનક કમલેશ પ્રકટ થયો હતો. કમલેશના જીવિત હોવાના સમાચાર પરિવારને મળ્યા. જેને કારણે પરિવારના ચહેરા પર ખુશીઓ પરત ફરી હતી. 


ટ્રેનમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, સુરતથી ઉપડતી ટ્રેનમાં ભીડના દ્રશ્યો ડરાવના લાગશે


શનિવારે સવારે પિતાને દીકરા કમલેશના જીવિત હોવાની માહિતી મળી હતી. કમલેશનો પરિવાર દીકરાને પરત મેળવીને ભાવુક થઈ ગયો હતો. આ બાદ કમલેશના જીવિત હોવાની માહિતી સરદારપુર પોલીસ સ્ટેશનમાં આપવામા આવી હતી. 
 
શું થયુ હતુ યુવક સાથે
કમલેશે જણાવ્યું કે, કોરોનાથી સારો થયા બાદ અમદાવાદના કોઈ ગ્રૂપના ચુંગાલમાં તે ફસાયો હતો. અમદાવાદમાં પાંચ થી સાત યુવકો દ્વારા તેને બંધક બનાવીને રાખવામાં આવ્યો હતો. તેને રોજ એક દિવસ છોડીને નશીલી દવાઓનું ઈન્જેક્શન આપવામાં આવતુ હતું. જેને કારણે તે બેહોશ જ રહેતો હતો. એક દિવસે તેને અમદાવાદથી ક્યાંક લઈ જવાતો હતો, ત્યારે ગ્રૂપના લોકો એક હોટલ પર નાસ્તો કરવા રોકાયા હતા. જ્યાં તક મેળવીને તે ભાગી નીકળ્યો હતો. તે અમદાવાદથી ઈન્દોર આવવાની બસમાં બેસીને પરિવાર પાસે પહોંચ્યો હતો. તેના બાદ સૌથી પહેલા તે મામાના ઘરે પહોંચ્યો હતો. જ્યાંથી તેને બડવેલી લાવવામાં આવ્યો હતો. 


કીર્તિદાનના ડાયરામાં રૂપિયા નહિ રોટલીઓનો વરસાદ થયો, પહેલીવાર યોજાયો આવો નોખો ડાયરો