દિગ્વિજય હારશે તો જળ સમાધી લઇશ તેવું કહી 5 ક્વિંટલ મરચાનો યજ્ઞ કરનાર બાબા ગાયબ
બાબાએ સમગ્ર મીડિયા સામે દાવો કર્યો હતે કે ભોપાલમાં કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ જ જીતશે
નવી દિલ્હી : દેશની સૌથી મોટી હાઇપ્રોફાઇલ સીટ ભોપાલથી કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહની જીતનો દાવો કરનારા અને તેની જીત માટે 5 ક્વિન્ટલ મરચાથી યજ્ઞ કરનારા મહામંડલેશ્વર વૈરાગ્યાનંદ ગિરી મહારાજ (મિર્ચી બાબા) હાલ ગાયબ થઇ ગયા છે. લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી બાબાને શોધવામાં આવી રહ્યા છે, જો કે હજી સુધી કોઇ પણ તેમનો સંપર્ક કરી શક્યા નથી. જેના કારણે ક્યાસ લગાવાઇ રહ્યા છે કે, મિર્ચી બાબા અંડર ગ્રાઉન્ડ થઇ ગયા છે.
જનાદેશ 2019: 541 સીટોનાં પરિણામ જાહેર, 1 સીટ કેમ છે બાકી જાણો કારણ !
ચૂંટણી પહેલા મિર્ચી બાબાએ દિગ્વિજય સિંહને જીતાડવા માટે 5 ક્વિન્ટલ મરચાનો હવન કર્યો હતો. બાબાએ સાથે જ સમગ્ર મીડિયા સામે દાવો કર્યો હતો કે ભોપાલમાં કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ જ જીતશે. જો ભોપાલમાં કોઇ અન્ય ઉમેદવાર જીતે છે તો તેઓ જળ સમાધી લઇ લેશે. એવામાં હવે સમગ્ર મીડિયા બાબાને શોધી રહ્યું છે. જો કે બાબાનો સંપર્ક થઇ શકતો નથી.
રાજનીતિના ચાણક્ય હવે ચલાવશે 'સરકાર', કોણ બનશે ભાજપનો 'નાથ'?
BIG NEWS: જાણો નરેન્દ્ર મોદીનો બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાનો 'સ્પેશિયલ પ્લાન'
અત્રે ઉલ્લેખનીય છે કે, ભોપાલમાં લોકસભા ચૂંટણી પુર્ણ થતા પહેલા અહીં આવ્યા હતા અને દિગ્વિજય સિંહની જીત માટે 5 ક્વિન્ટલ મરચાનો યજ્ઞ કર્યો હતો. સ્વામી વૈરાગ્યાનંદે આ હવનનાં માધ્યમથી દિગ્વિજય સિંહની જીતની કામના કરી હતી. સાથે જ સંકલ્પ લીધો હતો કે જો દિગ્વિજય સિંહ ભોપાલમાં હાર્યા તો તેઓ જળ સમાધિ લેશે. હવે તેઓ લોકસભા ચૂંટણીના પરિણામો આવી ચુક્યા છે તો બાબા ગાયબ થઇ ગયા છે.