Mirzapur Shivalinga: રામલલા આ મહિને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં તેમના મંદિરમાં બિરાજમાન થવાના છે. કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં પણ ઉત્સાહ વધી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે મિર્ઝાપુર સાથે ભગવાન રામનો પણ ખાસ સંબંધ છે. આજે અમે તમને જે જિલ્લાના પ્રખ્યાત મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનો ઈતિહાસ રામાયણ કાળ સાથે જોડાયેલો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતની મકર સંક્રાંતિ રહેશે ખાસ, 77 વર્ષ બની રહ્યો છે અદભૂત સંયોગ, થઇ જશો માલામાલ
ધૂંએ કા છલ્લા બનાકે... બાપ..રે આ શું? ભાઇ તો હવે ભરાઇ ગયા, માહીનો વીડીયો થયો વાયરલ


તમને જણાવી દઈએ કે, મિર્ઝાપુર જિલ્લામાં આવેલ વિંધ્ય ક્ષેત્ર તેના મહાત્ય માટે પ્રખ્યાત છે. દેશના ખૂણે-ખૂણેથી લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે. આસ્થા ધરાવતા લોકોની ભારે ભીડ અહીં જોવા મળે છે. વિંધ્ય પહાડીઓ પર સ્થિત, આદિ ગંગાના પવિત્ર કિનારાને અડીને આવેલો વિંધ્ય પ્રદેશ, ઐતિહાસિક દૃષ્ટિકોણથી સમૃદ્ધ હોવા ઉપરાંત, તેનું ધાર્મિક મહત્વ પણ ધરાવે છે.


Makar Sankranti ની તારીખને લઈને કન્ફ્યૂઝન? ક્યારે છે Uttarayan 14 કે 15 જાન્યુઆરી?
બસ દરરોજ 20 થી 25 મિનિટનો સમય કાઢો, નવો રૂપિયો ખર્ચ્યા વિના પેટ જતું રહેશે અંદર


ભગવાન શ્રી રામે કરી હતી સ્થાપના 
વિંધ્યવાસિની ધામથી લગભગ 2 કિલોમીટર દૂર શિવપુર વિસ્તારમાં રામગયા ઘાટ તરફ જતા રસ્તા પર રામેશ્વરમ મંદિર આવેલું છે. પ્રાચીન લોક માન્યતાઓ અનુસાર ત્રેતાયુગમાં રામગયા ઘાટ પર શ્રાદ્ધ કર્યા બાદ ભગવાન શ્રી રામે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. જે પાછળથી રામેશ્વરમ મહાદેવ તરીકે જાણીતું બન્યું. આ મંદિર પણ મુઘલ આક્રમણકારો દ્વારા વિનાશનો શિકાર બન્યું છે. મુઘલ શાસક ઔરંગઝેબ દ્વારા મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો. જે બાદ બાકીના પત્થરોથી મંદિરનો ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.


Lakshadweep Tourism: લક્ષદ્વીપ જાવ તો આ 5 ડેસ્ટિનેશન્સ કરશો નહી મિસ,યાદગાર રહેશે ટૂર
PM મોદીએ જે લક્ષદ્વીપની મુલાકાત લીધી તે કહેવાય છે 'સ્વર્ગનો ટુકડો', A TO Z માહિતી


ભક્તોની તમામ મનોકામનાઓ થાય છે પૂર્ણ 
ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત વિશાળ શિવલિંગ તેની પૌરાણિક કથા દર્શાવે છે. મંદિરના પૂજારીએ જણાવ્યું કે ભગવાન શિવ ત્રિકોણની મધ્યમાં સ્થિત છે. ભગવાન શિવની ત્રણ આંખોની સામે ત્રણ મહાદેવી છે. પૂર્વમાં મહાલક્ષ્મી, દક્ષિણમાં મા કાલી અને પશ્ચિમમાં મા સરસ્વતી બિરાજમાન છે. ભગવાન શિવના દરબારમાં ભક્તો જે પણ ઈચ્છા લાવે છે તે પૂર્ણ થાય છે.


ચા સાથે આ વસ્તુ ખાશો તો સીધા યમલોક પહોંચી જશો? 99 ટકા લોકોને ખબર નહી હોય
બ્રશ કર્યા બાદ પણ મોંઢામાંથી આવે છે વાસ, ડોન્ટ વરી અપનાવો આ 5 ઉપાય