પટના : રાષ્ટ્રીય જનતા દળ (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતીએ ગિરિરાજ સિંહ પર શાબ્દિક પ્રહાર કરતા બેગુસરાયની તુલના પાકિસ્તાન સાથે કરી દીધી છે. પાટલિપુત્ર લોકસભા સીટથી આરજેડી ઉમેદવારી પત્ર ભર્યા બાદ ZEE MEDIA સાથે EXCLUSIVE વાતચીતમાં તેમણે આ નિવેદન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપનો ચૂંટણી ઢંઢેરો,કેજરીવાલે કહ્યું ગઠબંધન નહી થવા બદલ રાહુલ જવાબદાર

મીસા ભારતીએ કહ્યું કે, લોકોને પાસપોર્ટ પર વિઝા લગાવતા લગાવતા તેમનો પોતાનો જ વિઝા કોઇ અન્ય દેશ માટે લાગી ચુક્યો છે. પાર્ટીએ (ભાજપ) ગિરિરાજ સિંહને પાકિસ્તાન (બેગુસરાય) મોકલી દીધા છે. મીસા ભારતીએ કહ્યું કે, નવાદા છોડીને બેગુસરાય જવું પાકિસ્તાન જવા બરોબર જ છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ગિરિરાજસિંહ પોતે પણ ટીઆરપી વધારવા માટે અવળા સવળા નિવેદનો આપ્યા કરે છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા સાંસદ મીસા ભારતીએ આજે પાટલિપુત્ર લોકસભા સીટથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે તેમની સાથે બિહારના પુર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને આરજેડી નેતા અને તેમના મોટા ભઆઇ તેજપ્રતાપ યાદવ સાથે ભોલા યાદવ પણ હાજર રહ્યા હતા. આ અગાઉ મીસા ભારતી પોતાનાં માં રાબડી દેવી સાથે એક જ ગાડીમાં બેસીને આવ્યા હતા. આ દરમિયાન મીસા ભારતીએ પોતાના હાથમાં લાલુ પ્રસાદ યાદવની તસ્વીર પણ સાથે રાખી હતી.