ઉદેપુર: રાજસ્થાન (Rajasthan)ના ઉદેપુરમાં એક યુવતીની સાથે ગેંગરેપનો સનસનીખેજ કેસ સામે આવ્યો છે. ગેંગરેપની આ ભયાનક ઘટના ઉત્તર પ્રદેશના આગરાની રહેવાસી અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરનાર યુવતી સાથે થઇ છે. પોલીસે છોકરીની ફરિયાદના આધારે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે ગેંગરેપની ઘટના રવિવારે રાતની છે. પીડિતા પોતાના સાથી સાથે એક કારમાં બેઠી હતી. આ દરમિયાન કેટલાક યુવકોએ રસ્તો પૂછવાના બહાને તેને સાથે વાત શરૂ કરી અને પછી તક જોઇને તેની જ કારમાં બંનેને બંધક બનાવી લીધા. આ દરમિયાન બદમાશોએ ચાકૂની અણીએ અને ગન પોઇન્ટ પર કારમાં જ છોકરી સાથે ગેંગરેપ ગુજાર્યો. બદમાશોએ આખી રાત કારમાં જ યુવતી અને તેના મિત્રને ફેરવ્યા. 


એટલું જ નહી બદમાશોએ બંને લોકોને છોડવા માટે 2 લાખ રૂપિયાની પણ માંગ કરી. જોકે યુવકોએ સવારે બંને લોકોને એક સુમસામ વિસ્તારમાં છોડી દીધા. તમને જણાવી દઇએ કે પીડિતાએ પોતાના સાથે સોમવારે સાંજે ગોવર્ધન વિલાસ પોલીસ સ્ટેશનમાં પહોંચીને કેસ દાખલ કરાવ્યો છે. 


ગેંગરેપની આ ઘટના પર ઉદેપુરના એદિશનલ એસપી અનંત કુમારે કહ્યું કે કેસની ગંભીરતાને જોતાં તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે પોતાની પ્રાથમિક તપાસમાં લગભગ ચાર આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. પોલીસે પીડિતાની મેડિકલ તપાસ કરાવી અને આગળ કેસની તપાસ ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube