હૈદરાબાદઃ Durga Pandal: હૈદરાબાદના ખૈરતાબાદમાં માં દેવીની પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવ્યા છે. મામલો એટલો વધુ બગડી ગયો કે પંડાલમાં આગ પણ લગાવી દેવામાં આવી હતી. ઉપદ્રવીઓએ આ કૃત્ય નવરાત્રિના પાવન દિવસોમાં કહ્યું છે. નોંધનીય છે કે સવારે બે મુસ્લિમ મહિલાઓ બુરખો પહેરીને પંડાલમાં ઘુસી અને તોડફોડ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસને આપી મામલાની જાણકારી
નોંધનીય છે કે હૈદરાબાદના સેન્ટ્રલ ઝોનના ડીસીપી રાજેશે જણાવ્યુ કે આજે સવારે બે મુસ્લિમ મહિલાઓએ ખૈરતાબાદ સ્થિત એક પંડાલ (Pooja Pandal) માં ઘુસી દેવી દુર્ગા માતાની (Durga Mata) મૂર્તિના એક ભાગમાં તોડફોડ કરી હતી. 


આ પણ વાંચોઃ નોટબંધીના 6 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી, 5 જજોની બેંચની રચના


એક સ્થાનીક વ્યક્તિ પર હુમલાનો પ્રયાસ
એક મહિલાએ સ્નેપર (પાનુ) લઈ જતી જોવા મળી અને તેણે એક સ્થાનીક વ્યક્તિ પર હુમલાનો પ્રયાસ કર્યો જેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ સ્થાનીક લોકોએ બંનેને પકડીને સૈદરાબાદ પોલીસના હવાલે કરી દીધી. પોલીસે કહ્યું કે અમે તેમની વિગતો ચકાસવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ તેઓ ખૂબ જ વિચિત્ર વર્તન કરી રહ્યા છે. તપાસ ચાલુ છે.


બુરખામાં આવી બે મહિલાઓ
પ્રાપ્ત જાણકારી અનુસાર માં દુર્ગાનો પૂજા પંડાલ બનાવવામાં આવ્યો હતો. તેમાં અચાનક કાળા બુરખો પહેરીને બે મુસ્લિમ મહિલાઓ ઘુસી ગઈ અને મૂર્તિમાં તોડફોડ કરવા લાગી. ત્યારબાદ તેમણે પ્રતિમાને પણ ખંડિત કરી છે. પરંતુ ત્યારબાદ લોકોએ તેને ઝડપીને પોલીસના હવાલે કરી દીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube