INS Mormugao: ભારતીય નૌસેનામાં આજે જોડાશે બાહુબલી હથિયાર, જે ચીન પર કાળ બનીને ત્રાટકશે
Missile Destroyer INS Mormugao: ભારતીય નૌસેનામાં જોડાશે વધુ એક બાહુબલી હથિયાર.. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ નૌસેનામાં કમિશન કરશે સ્વદેશી INS મોરમુગાઓ.. 300 કિલોમીટર દૂરથી કરશે દુશ્મનની મિસાઈલનો ખાતમો..
INS Mormugao : હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની રણનીતિ અને તાકાત વધારવા ચીન સતત કંઈ ને કંઈ પ્રયાર કરતું રહે છે, પણ આ વખતે તેના તમામ પ્રયત્નો પર પાણી ફરી વળવાનું છે, કારણ કે ભારતીય નૌસેનામાં બહુ જ જલદી એક બાહુબલી હથિયાર જોડાવવા જઈ રહ્યું છે, જેનું નામ છે INS મોરમુગાઓ. આ સ્વદેશી ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયરના કમિશન થવાની સાથે જ ભારતની સમુદ્રીય યુદ્ધશક્તિ ઘણી વધી જશે. આ સ્ટેલ્થ ગાઇડેડ મિસાઈલ ડિસ્ટ્રોયરનાં 75 % ઉપકરણો અને હથિયાર ભારતમાં બનાવવામાં આવ્યાં છે. આજે સાંજે મુંબઈમાં રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે ઈન્ડિયન નેવીમાં INS મોરમુગાઓને કમિશન કરવામાં આવશે. મુંબઈના મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડમાં પ્રોજેક્ટ-15બી અંતર્ગત કુલ 35,800 કરોડ રૂપિયાની કિંમતથી બનાવવામાં આવી રહેલા 4 વિશાખાપટ્ટનમ શ્રેણીના ડિસ્ટ્રોયર્સમાં INS મોરમુગાઓ બીજું છે. નવેમ્બર 2021માં આવા જ પહેલાં ડિસ્ટ્રોયરને INS વિશાખાપટ્ટનમના રૂપમાં ભારતીય નૌસેનામાં કમિશન કરવામાં આવ્યું હતું. હવે INS મોરમુગાઓના કમિશન કર્યા બાદ ઈમ્ફાલ અને સૂરત નામના ત્રીજા અને ચોથા ડિસ્ટ્રોયરને 2023-2024માં ઈન્ડિયન નેવીમાં કમિશન કરવામાં આવશે.
ગોવાના શહેરના નામ પરથી તેનુ નામ પડ્યું
ભારતીય નૌસેનામાં જોડાશે વધુ એક બાહુબલી હથિયાર સામેલ થવા જઈ રહ્યું છે, જે ચીન પર કાળ બનીને ત્રાટકશે. સ્વદેશી ગાઈડેડ મિસાઈલ INS મોરમુગાઓ 300 કિમી દૂરથી મિસાઈલનો ખાતમો કરવામાં માહેર છે. મિસાઈલ ડિસ્ટ્રોયરના 75% ઉપકરણ અને હથિયાર ભારતમાં બનાવાયા છે. રક્ષામંત્રી રાજનાથસિંહના હસ્તે નૌસેનામાં કમિશન કરાશે. ગોવાના ઐતિહાસિક શહેર મોરમુગાઓ પરથી મિસાઈનું નામ પડ્યું છે.
યુદ્ધપોતની ખાસિયત
આ યુદ્ધપોતની લંબાઈ 163 મીટર, પહોળાઈ 17 મીટર અને વજન 7400 ટન છે
યુદ્ધપોતને શક્તિશાળી ચાર ગેસ ટર્બાઈનથી ગતિ મળે છે
પોત 30 સમુદ્રી માઈલથી વધુ ગતિ પ્રાપ્ત કરવામાં સક્ષમ છે.
યુદ્ધપોતમાં રોકેટ લોન્ચર, તીરપીડો લોન્ચર અને એસડબલ્યુ હોલિકોપ્ટરની વ્યવસ્થા છે.
તે જૈવિક અને કેમિકલ યુદ્ધની સ્થિતિમાં પણ લડવામાં સક્ષમ છે.
આ યુદ્ધપોતને ભારતના સૌથી ઘાતક યુદ્ધપોત તરીકે ઓળખાય છે. તેની ડિઝાઈન ભારતીય નૌસેનાના સ્વદેશી સંગઠને તૈયાર કરી છે. તેનુ નિર્માણ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે કર્યું છે. પશ્ચિમી સમુદ્રમાં ઐતિહાસિક ગોવાના બંદરના નામ પરથી આ યુદ્ધપોતનું નામ રાખવામાં આવ્યું છે. ગોવાના શહેરનું નામ મોરમુગાઓ છે. સંયોગથી આ યુદ્ધપોત પહેલીવાર 19 ડિસેમ્બર, 2021 ના રોજ સમુદ્રમાં ઉતર્યુ હતું. જે દિવસે પોર્ટુગલ શાસનથી ગોવાની મુક્તિના 60 વર્ષ પૂરા થયા હતા.
સમુદ્રી તાકાતને વધારી રહ્યું છે ભારત
ઉલ્લેખનીય છે કે, ભારતની બોર્ડર પર ચીનના વધતા પ્રભાવને કારણે સરહદ પર તણાવ વધ્યો છે. હિન્દ મહાસાગર પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ભારત પોતાની સમુદ્રી તાકાતને વધારવામાં લાગ્યું છે. નૌસેનાએ જણાવ્યું કે, આ પોતની વિશેષતા એ છે કે તેમાં લગભગ 75 ટકા હિસ્સો પૂર્ણરીતે સ્વદેશમાં બનાવાયો છે. તેનાથી આપણા રાષ્ટ્રીય હેતુ આત્મિર્ભર ભારત અંતર્ગત બનાવવામા આવ્યા છે.