નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના જાલંધરમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ગુરૂવારે ઉદ્ઘાટન કરશે. આ વાર્ષિક સમારોહમાં દેશભરમાંથી આવેલા ટોંચના વૈજ્ઞાનિકો ચર્ચા કરે છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની થીમ, 'ભવિષ્યનું ભારત - વિજ્ઞાન તથા ટેકનોલોજી' છે. તેનું આયોજન લવલી પ્રોફેશનલ વિશ્વવિદ્યાલય તરફથી કરવામાં આવી રહ્યું છે. આ ત્રણથી 7 જાન્યુારી સુધી ચાલશે. આને જ ભાજપના મિશન 2019ની શરૂઆત માનવામાં આવી રહી છે. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદી 20 રાજ્યોમાં કુલ 100 રેલીને સંબોધિત કરશે. વડાપ્રધાન આ તમામ સો સભાઓમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓની પ્રશંસા કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક નિદેવનમાં કહેવામાં આવ્યું કે, પાંચ દિવસ સુધી ચાલનારા કોંગ્રેસમાં વિજ્ઞાન તથા ટેકનોલોજી સાથે જોડાયેલા 100થી વધુ સંમેલનોનું કરવામાં આવશે. જ્યાં ડીઆરડીઓ, ઈસરો, વિજ્ઞાન તથા ટેકનોલોજી વિભા, એમ્સ, યૂજીસી, એઆઈસીટીઈના અધિકારીઓ ભાગ લેશે. તેમાં બ્રિટન, અમેરિકા અને ભારતની ઘણી વિશ્વવિદ્યાલયોનો પ્રતિનિધિ સામેલ થશે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને હર્ષવર્ધન પણ તેમાં ભાગ લેવાના છે. 


હર્ષવર્ધને પોતાના સંદેશમાં કહ્યું, સરકારનો ઉદ્દેશ વિજ્ઞાન અને ટેકનોલોજીનો લાભ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચાડવાનો છે. વૈજ્ઞાનિકોએ એક થઈને દેશની સામે આવનારી સમસ્યાઓનું સમાધાન શોધવા માટે પોતાના મન અને આત્માથી કામ કરવું જોઈએ અને સામાન્ય માણસના જીવનની ગુણવત્તામાં સુધાર કરવો જોઈએ. 


આ છે વડાપ્રધાનની રેલીનો પ્લાન
3 જાન્યુઆરીઃ પંજાબના ગુરુદાસપુર અને જાલંધર જશે. 
4 જાન્યુઆરીઃ મણિપુર અને આસામમાં રેલી કરશે. 
5 જાન્યુઆરીઃ ઓડિશા અને ઝારખંડમાં રેલી. 
9 જાન્યુઆરીઃ આગરા
22 જાન્યુઆરીઃ વારાણસી
24 જાન્યુઆરીઃ અલ્હાબાદ કુંભમાં રહેશે.