ભારતે સૌથી તાકાતવર મિસાઈલ અગ્નિ-5નું સફળ પરિક્ષણ કરી લીધું છે. પ્રધાનમંત્રી મોદીએ ખુદ સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી હતી.. સાથે જ DRDOને શુભેચ્છાઓ પાઠવી હતી.. પીએમ મોદીએ મિશન દિવ્યાસ્ત્ર માટે DRDOને શુભકામના પાઠવી.. પીએમ મોદીએ લખ્યું કે, મલ્ટીપલ ઈન્ડિપેંડેન્ટલી ટાર્ગેટેબલ રિ-એન્ટ્રી વ્હિકલ તકનીક સાથે સ્વદેશી રૂપે વિકસીત અગ્નિ-5 મુસાઈલનું પ્રથમ સફળ પરિક્ષણ. મિશન દિવ્યાસ્ત્ર માટે આપણા DRDOના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન અને ચીનની ઉંઘ ઉડી 
ભારતે અગ્નિ-5 મિસાઈલનું સફળ પરિક્ષણ કરતા પાકિસ્તાન અને ચીનની ઉંઘ ઉડી ગઈ છે.. કારણ કે આ એવી મિસાઈલ છે, જે પોતાના ટાર્ગેટમાં ચીન અને પાકિસ્તાનના સંપૂર્ણ ક્ષેત્રફળને આવરી લે છે.. ત્યારે આવી પાવરફૂલ મિસાઈલના સફળ પરિક્ષણથી ચીન અને પાકિસ્તાન પરેશાન થઈ ગયા છે..     


મિસાઈલનું વજન 50 હજાર કિલોગ્રામ
અગ્નિ-5 મિસાઈલની ખાસિયતો અંગે વાત કરીએ તો, મિસાઈલનું વજન 50 હજાર કિલોગ્રામ છે. તેની રેન્જ 5 હજાર કિલોમીટર સુધીની છે. આ મિસાઈલ 17.5 મીટર લાંબી છે. વળી અગ્નિ-5 પર 1500 કિલોગ્રામ વજન ધરાવતા પરમાણુ હથિયાર લગાવી શકાય છે. આ ઉપરાંત મિસાઈલમાં ત્રણ સ્ટેજના રોકેટ બુસ્ટર લાગેલા છે, જે સોલિડ ફ્યુઅલથી ઉડે છે.


એક સેકન્ડમાં 8.16 કિલોમીટરનું અંતર કાપશે
મિસાઈલની ગતિ અવાજની ઝડપથી પણ 24 ગણી વધારે છે. એટલે કે એક સેકન્ડમાં 8.16 કિલોમીટરનું અંતર કાપી શકે છે. તે 29 હજાર 401 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દુશ્મન પર હુમલો કરી શકે છે. તેમા રિંગ લેઝર ગાઈરોસ્કોપ ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમ, જીપીએસસ, NavIC સેટેલાઈટ ગાઈડેડ સિસ્ટમ લાગેલી છે. આ એટલી સટિકતાથી હુમલો કરે છે કે, જો ટાર્ગેટ તેની જગ્યાથી 10થી 80 મીટર પણ હલનચલન કરે તો પણ બચી શકે નહીં..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube