નવી દિલ્હીઃ Indian Railways News: સરકારી વિભાગમાં કર્મચારીઓ વિરુદ્ધ હંમેશા લાંચ લેવાના સમાચાર આવતા રહે છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિએ માત્ર 6 રૂપિયા માટે પોતાની સરકારી નોકરી ગુમાવવી પડી હોય. માયાનગરી મુંબઈના આ સમાચાર સરકારી કર્મચારીઓની ઉંઘ ઉડાવી દેશે. ભારતીય રેલવેના એક ક્લર્કે માત્ર 6 રૂપિયાને કારણે સરકારી નોકરી ગુમાવવી પડી. આ ઘટના 26 વર્ષ પહેલાની છે, જ્યારે વિજિલન્સની ટીમે દરોડામાં એક રેલવે ક્લર્કને પકડ્યો હતો. ત્યારબાદ તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સસ્પેન્ડ ક્લાર્કને ન મળી રાહત
તે સમયે સસ્પેન્ડ થયેલા ક્લાર્કનું નામ રાજેશ વર્મા છે, જેણે 31 જુલાઈ 1995ના રેલવેમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ ઘટના 30 ઓગસ્ટ 1997ની છે, જ્યારે રાજેશ વર્મા કુર્લા ટર્મિનસ જંક્શન મુંબઈમાં યાત્રીકોની ટિકિટ કાપી રહ્યાં હતા. કોમ્પ્યુટરાઈઝડ કરંટ બુકિંગ ઓફિસમાં યાત્રિકોની ટિકિટ બુક કરી રહેલા વર્માની સામે તે દિવસે એક વ્યક્તિ કુર્લા ટર્મિનસથી આરા (બિહાર) ની ટિકિટ લેવા પહોંચ્યો હતો. ટિકિટનો ભાવ 214 રૂપિયા હતો અને યાત્રિએ 500 રૂપિયાની નોટ ક્લાર્ક રાજેશ વર્માને આપી. આ દરમિયાન વર્માએ માત્ર 280 રૂપિયા પરત કર્યા હતા. એટલે કે 6 રૂપિયા ઓછા હતા. ટિકિટ લેનાર વ્યક્તિ રેલવે પોલીસ દળ (RPF)નો કર્મચારીઓ હતો, જે યાત્રિ બનીને ટિકિટ લેવા પહોંચ્યો હતો. 


આ પણ વાંચોઃ કોંગ્રેસ-આપ વચ્ચે ડખા? દિલ્હીમાં 'પંજા'ની અલગ રણનીતિ, રાહુલ-ખડગેની હાજરીમાં બેઠક


450 રૂપિયા કબાટમાંથી મળી આવ્યા હતા
ત્યારબાદ વિજિલેન્સની ટીમે ટિકટિંગ કાઉન્ટર પર દરોડા પાડ્યા, જ્યાં તપાસ ટીમને કાઉન્ટર પર 58 રૂપિયા ઓછા મળ્યા અને કાઉન્ટરની પાસે રાખેલા કબાટમાંથી 450 રૂપિયા જપ્ત થયા હતા. ત્યારબાદ રાજેશ વર્મા પર તપાસ થઈ અને 31 જાન્યુઆરી 2002ના તેને દોષિ ઠેરવવામાં આવ્યો. ત્યારબાદ રાજેશ વર્માને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. વર્માએ સ્પષ્ટતા કરતા કહ્યુ કે છુટ્ટા પૈસા ન હોવાને કારણે યાત્રિને પૈસા પરત આપી શકાયા નહીં. પરંતુ તેણે યાત્રિને રાહ જોવાનું કહ્યું હતું. આ મામલામાં બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, જ્યાંથી રાજેશ વર્માને નિરાશા હાથ લાગી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube