ગેરસમજણ દૂર, હવે અકાલી દળ દિલ્હી ચૂંટણીમાં કરશે ભાજપનું સમર્થન
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અકાલી દળે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પહેલા તેમે સીએએના મુદ્દા પર નારાજ થઈને ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. તેની માગ હતી કે તેમાં બધા ધર્મોને સામેલ કરવામાં આવે.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (સીએએ)ના મુદ્દા પર દિલ્હીમાં ચૂંટણી ન લડવાનો નિર્ણય કરનારી શિરોમણી અકાલી દળ (SAD)એ વાપસી કરતા ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલની મુલાકાત બાદ કરવામાં આવી છે. અકાલી દળે કહ્યું કે, તેમનું ગઠબંધન તૂટ્યું નથી કેટલિક ગેરસમજણ હતી જે હવે દૂર થઈ ગઈ છે.
અકાલી ચીફ સુખબીરે મીડિયાને સંબોધિત કરતા કહ્યું, 'અકાલી-ભાજપ ગઠબંધન માત્ર રાજકીય ગઠબંધન નથી. આ ભાવનાઓથી જોડાયેલું છે અને પંજાબ તથા દેશની જનતાની શાંતિ, ભવિષ્યના હિત માટે છે. પહેલા કેટલિક ગેરસમજણ હતી જે દૂર થઈ ગઈ છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube