મુંબઇ: પશ્વિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી  (West Bengal Election 2021) પહેલાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તૃલમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ (BJP) એકબીજાને ઘેરવાની તક છોડી રહ્યા નથી. ભાજપ રાજ્યમાં સ્પષ્ટ બહુમત સાથે સરકાર બનાવવાનો દાવો કરી રહી છે તો મમતા બેનર્જી (Mamata Banerjee) બાહરી વર્સિસ આંતરિક મુદ્દાને ધાર આપી રહ્યા છે. ભાજપની માટીના 'લાલ' ને જ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી કાઉન્ટ કરવાનો પુરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એવામાં સુપર સ્ટાર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ના ભાજપમાં જોડાવવાની અટકળો ખૂબ મહત્વપૂર્ણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'જનતા સાથે આવનારાઓનું સ્વાગત'
મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ના ભાજપ (BJP) માં જોડાવવાના સમાચાર પર ભાજપ બંગાળ પ્રભારી અને પાર્ટી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) રિએક્શન આવ્યું છે. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે 'ત્યાં (પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીમાં) ફક્ત પીએમ હશે અને જનતા. કોણ મોટી હસ્તી છે? અમે જનતા સાથે આવનાર દરેક વ્યક્તિનું સ્વાગત કરીશું. ભલે તે મિથુન ચક્રવર્તી હોય.   

Gold Price Today 6th March: સતત ફીકી પડી રહી છે સોનાની ચમક, સોનું 12,300 તો ચાંદી 15,105 થઇ સસ્તી


જલદી જ થઇ શકે છે ઉમેદવારોની જાહેરાત 
કૈલાશ વિજય વર્ગીયએ મમતા (Mamata Banerjee) પર નિશાન સાધતાં કહ્યું કે ભવાનીપુરથી હારવાના ડરથી તે નંદીગ્રામ ગઇ છે અને ત્યાં પણ હારશે. તેમણે કહ્યું કે અમારા ઉમેદવારોના નામનો અંતિમ નિર્ણય થઇ ગયો છે. હવે ઉમેદવારોની યાદી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ખૂબ જલદી જ દિલ્હીથી નામોની જાહેરાત કરવામાં આવશે. 


પીએમ મોદીની રેલી પર નજર
જોકે, બંગાળમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં નેતાઓ અને અભિનેતાઓના રાજકીય પક્ષ્ને જોઇન કર્યું છે. આ દરમિયાન ચર્ચા છે કે અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર 7 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની કલકત્તાના બ્રિગેડ મેદાનમાં રેલીમાં મિથુન ચક્રવર્તી હાજર રહેશે.  ચર્ચા છે કે મિથુન ભાજપમાં જોડાઇ શકે છે. 

Tamil Nadu માં 20 વિધાનસભા સીટો પર ચૂંટણી લડશે BJP, AIADMK સાથે કર્યું ગઠબંધન


મોહન ભાગવત સાથે થઇ ચૂકી છે મુલાકાત
આ પહેલાં મિથુન ચક્રવર્તીની ગત 16 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)સાથે મુલાકાત થઇ હતી. આ મુલાકાત બાદ જ મિથુનના ભાજપમાં સામેલ થવાની અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે તે સમયે મિથુનએ આ અટકળોને નકારી કાઢી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ મુલાકાતનો રાજકારણ સાથે કોઇ મતલબ નથી. મારો અને તેમની (મોહન ભાગવત)  સાથે આદ્યાત્મિક સંબંધ છે. અમારી પહેલાં વાત થઇ હતી તે જ્યારે પણ મુંબઇ આવશેત ઓ ઘરે આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube