પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા 3જી ડિસેમ્બર રવિવારના રોજ થવાની હતી પરંતુ હવે તેમાં થોડો ફેરફાર થયો છે. મિઝોરમમાં મતગણતરી હવે 4 ડિસેમ્બરે હાથ ધરાશે. બાકીના રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણામાં નિર્ધારિત તારીખે મતગણતરી થશે. 


અત્રે જણાવવાનું કે મિઝોરમથી આ મામલે અનેક લોકોની અપીલ બાદ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. મતદાન પહેલા જ મિઝોરમમાં કાઉન્ટિંગની તારીખ બદલવા માટે માંગણી થઈ રહી હતી. આ અંગે તમામ રાજકીય પક્ષો પણ એકમત હતા. તેમનું કહેવું હતું કે રવિવાર એ ખ્રિસ્તીઓનો પવિત્ર દિવસ છે આથી ખ્રિસ્તી બહુમતીવાળા રાજ્ય મિઝોરમમાં તારીખ બદલવી જોઈએ. આ માંગણી પર ભાજપ, કોંગ્રેસ, અને સત્તાધારી એમએનએફ સહિત તમામ રાજકીય પક્ષો રાજી હતા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube