પૂર્વોત્તરમાં કોંગ્રેસનો અંતિમ કિલો મિઝોરમ પુરી રીતે ધ્વસ્ત થઇ ગયો છે. મિઝોરમના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર ભાજપે ખાતું ખોલાવ્યું છે. જ્યારે ગત 10 વર્ષોમાં મિઝોરમની સત્તા પર બિરાજમાન કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે મિઝોરમમાં ભાજપ પાંચ વાર ચૂંટણી લડવા છતાં પોતાનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી હતી. પરંતુ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલતું જોવા મળી રહ્યું છે. મિઝોરમની 40 સીટોમાંથી ભાજપને 1 સીટ મળી શકે છે. જોકે ભાજપની કટ્ટર હિંદુત્વવાળી છબિને જોતાં એમએનએફે તેની સાથે મળીને ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. 

Mizoram Assembly Result Live Updates: બંને સીટ પરથી હાર્યા કોંગ્રેસના મુખ્યમંત્રી, MNFને મળ્યો બહુમત


ભાજપ પાસે રાજ્યમાં ગુમાવવા માટે કશું જ નથી. તેને ધ્યાનમાં રાખતાં ભાજપે બધી સીટો પરથી ઉમેદવાર ઉભા રાખ્યા હતા. પ્રદેશની 40 સીટોના ટ્રેંડ અનુસાર વિપક્ષી ગઠબંધન એમએનએફએ 14 સીટો પર જીત નોંધાવી લીધી છે. અહીં સરકાર બનાવવ માટે 21 સીટો જોઇએ છે. જ્યારે કોંગ્રેસે 4 સીટો પર જીત નોંધાવી છે અને અન્યના ખાતામાં 5 સીટો ગઇ છે. જ્યારે ભાજપે એક સીટ પર બઢત મેળવી છે. 


તમને જણાવી દઇએ કે કોંગ્રેસ નોર્થ ઇસ્ટના અસમ, ત્રિપુરા, મણિપુર અને અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેંડમાં ચૂંટણી હારી ચૂકી છે. તેમાં અસમ, ત્રિપુરા, મણિપુર અને અરૂણાચલ પ્રદેશમાં ભાજપ સત્તા પ્રાપ્ત કરવામાં સફળ રહી છે. કોંગ્રેસ પાસે 40 માંથી 34 સીટો હતો. તો બીજી તરફ 5 સીટ મિઝોરમ નેશનલ ફ્રંટ (એમએનએફ) અને મિઝોરમ પીપુલ્સ કોંફ્રેસ પાસે 1 સીટ હતી.