નવી દિલ્હી : વિખ્યાત સંપાદક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એમ.જે અકબર પર લાગેલા આરોપોને તેની પત્ની મલ્લિકા અકબરે ખોટા અને પાટાવિહોણા ગણાવ્યા હતા. 20 કરતા વધારે મહિલાઓ દ્વારા લગાવાયેલા શારીરિક શોષણનાં આરોપો બાદ અકબર પર એક મહિલા પત્રકાર સાથે દુષ્કર્મની ઘટનાનો આરોપ લગાવ્યો છે. જો કે હાલમાં જ એક વોશિંગ્ટન પોસ્ટમાં પણ એક મહિલા પત્રકારો તેમના પર દુષ્કર્મનો આરોપ લગાવતા મામલો વધારે ગરમાઇ ગયો છે. અમેરિકામાં રહેતી પત્રકાર પલ્લવી ગોગોઇએ એશિયન એઝમાં કામ કરવા દરમિયાન પોતાની સાથે દુષ્કર્મની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે અકબર તેમના બોસ હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમ.જ અકબરનો બચાવ કરતા તેમની પત્ની મલ્લિકાએ ન્યૂઝ એજન્સી એએનઆઇને કહ્યું કે, મને ખબર નથી કે પલ્લવી આવુ ખોટુ શા માટે બોલી રહી છે પરંતુ આ અસત્ય છે. મારા પતિ અકબરની વિરુદ્ધ મીટૂ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું, ત્યારે પણ હું ચુપ રહી પરંતુ વોશિંગ્ટન પોસ્ટમાં પલ્લવી ગોગોઇના આરોપો બાદ મારે સત્ય જણાવવા માટે આવવું પડ્યું. 

અકબરની પત્નીએ કહ્યું કે, લગભગ 20 વર્ષ પહેલા પલ્લવી ગોગોઇએ અમારા પરિવારમાં દુખ અને કલહની સ્થિતી પેદા કરી દીધી હતી. પલ્લવીને મે પોતાનાં પતિ સાથેની ફોનપરની વાતચીત પરથી જાણી. તેણે પોતાની અકડમાં અમારા સમગ્ર પરિવારનો દુખ અને પીડામાં નાખી દીધો. 

મલ્લિકા અકબરે કહ્યું કે, મારા ઘરે એશિયન એજની એક પાર્ટી થઇ હતી. તેમાં તમામ યુવા પત્રકારો હતા. બંન્ને (અકબર અને પલ્લવી) ડાંસ તો કરી રહ્યા હતા પરંતુ તેમાં શરમ અને દુખ ભરેલું હતું. તે સમયે જ મે મારા પતિને રોક્યા અને સમજાવ્યા. ત્યારે તેમણે પોતાના પરિવાર પર ફોકસ કરવાનું ચાલુ કર્યું. 

મલ્લિકાએ કહ્યું કે, તુશિતા પટેલ અને પલ્લવી ગોગોઇ ઘણી વાર અમારા ઘરે આવતા હતા. અમારી સાથે ખાતા-પિતા હતા. ક્યારે પણ શારીરિક શોષણ જેવી વાત સામે ન આવી. હું નથી જાણતી કે પલ્લવી એવું અસત્ય શા માટે બોલી રહી છે પરંતુ આ સંપુર્ણ અસત્ય છે. તે જે આરોપો લગાવી રહી છે તે પાયા વિહોણા અને સંપુર્ણ અસત્ય છે.