ચેન્નઈઃ તમિલનાડુના પદનામિત મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ગુરૂવારે મંત્રીઓની એક યાદી જાહેર કરી છે. જેમાં પોર્ટફોલિયોની સાથે રાજ્ય કેબિનેટમાં સામેલ થનારા 34 મંત્રીઓના નામ છે. આ લિસ્ટને રાજ્યપાલે પણ પોતાની મંજૂરી આપી દીધી છે. લિસ્ટ પ્રમાણે ડીએમકે ધારાસભ્ય એમ.એ.સુબ્રમણ્યમને સ્વાસ્થ્ય મંત્રાલય, જ્યારે દુરાઈમુરૂગનને જળ મંત્રાલય આપવામાં આવ્યું છે. સ્ટાલિને જે 34 ધારાસભ્યોની યાદી જાહેર કરી છે, તેમાં એક રોચક સંયોગ પણ છે. હકીકતમાં તમિલનાડુમાં એમકે સ્ટાલિન મુખ્યમંત્રી હશે અને તેમની કેબિનેટમાં 'ગાંધી અને નહેરૂ' પણ સામેલ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં સ્ટાલિને જાહેર કરેલી યાદી પ્રમાણે કેએન નેહરૂ નગરપાલિકા પ્રશાસન મંત્રી હશે. તો આર ગાંધીને હસ્તશિલ્પ અને કપડા મંત્રી બનાવવામાં આવ્યા છે. એક દિવસ પહેલા પાંચ મેએ તમિલનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે દ્રમુક અધ્યક્ષ એમકે સ્ટાલિનને રાજ્યના મુખ્યમંત્રી નિયુક્ત કર્યા અને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યુ છે. રાજભવન દ્વારા બુધવારે આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ધારાસભ્ય દળના નેતા ચૂંટાવાનો પત્ર સોંપ્યા બાદ રાજ્યપાલે તેમને આ જવાબદારી આપી છે. શપથ ગ્રહણ સમારોહ રાજભવન પરિસરમાં સાત મેએ સવારે 9 કલાકે યોજાશે. 


Corona સંક્રમિત દર્દીઓ માટે સરકારની નવી ગાઇડલાઇન, જાણો તમામ વિગત

ઉલ્લેખનીય છે કે દ્રમુકની પાછલી સરકાર (વર્ષ 2006-2011) માં સ્ટાલિન નાયબ મુખ્યમંત્રી હતા અને તેમના પિતા એમ કરૂણાનિધિ મુખ્યમંત્રી હતા. આ પ્રકારે સ્ટાલિન પ્રથમવાર રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. દ્રમુકે વિધાનસભા ચૂંટણીમાં 133 સીટ જીતી અને કોંગ્રેસ સહિત અન્ય સહયોગીઓએ 234  સભ્યોવાળી વિધાનસભામાં કુલ 159 સીટ જીતી છે. અન્નાદ્રમુકે 66 સીટો પર જીત હાસિલ કરી અને તેની સહયોગી ભાજપ અને પીએમકેએ ક્રમશઃ ચાર અને પાંચ સીટ જીતી છે. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube